Connect Gujarat
Featured

સુરત : શહેરમાં ફરી કોરોનાનો કહેર વધ્યો, વિકેંડમાં મોલ અને સિનેમા બંધ રાખવા આદેશ

સુરત : શહેરમાં ફરી કોરોનાનો કહેર વધ્યો, વિકેંડમાં મોલ અને સિનેમા બંધ રાખવા આદેશ
X

સુરત શહેરમાં ફરી કોરોનાનો કહેર વધી રહ્યો છે. દુબઈ, મુંબઈ,ગોવા તેમજ રાજસ્થાન ફરીને આવેલા 19 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. શહેરમાં અઠવા ઝોન,રાંદેર ઝોનમાં કોરોના સંક્રમિત કેસો વધી રહ્યા છે. વધી રહેલા કેસોને લઈ મનપા એલર્ટ થઈ ગયું છે આજ થી શહેરમાં શનિવાર અને રવિવારના રોજ મોલ અને સિનેમા પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

સુરતમાં કોરોના સંક્રમણ ધીમી ગતિએ વધી રહ્યું છે. અઠવા ઝોન અને રાંદેર ઝોનમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ દુબઈ, મુંબઈ, ગોવા અને રાજસ્થાન તરફ ફરીને આવેલા 19 જેટલા લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. વધી રહેલા કેસોને લઈ મનપા ચિંતાતુર બનીને સતર્ક થયું છે. કોરોના સંક્રમણને અટકાવવા આજથી શનિવાર અને રવિવારના રોજ શહેરના મોલ અને સિનેમા બંધ રાખવાની સૂચના અપાઈ છે. બહારથી આવતા લોકો કોરોનાની ગાઈડ લાઈનનું પાલન ન કરી કોરોનાને હળવાશથી લેતા હોવાનું બહાર આવ્યું છે. જેથી શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

દુબઈથી આવનાર 3,મુંબઈથી આવનાર 3,રાજસ્થાનથી 2 ,ગોવા,વડોદરા અને સારંગપુરાથી એક એક મળી કુલ 11 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાંદેર ઝોનમાં અમદાવાદથી આવનાર 2 વ્યક્તિ તેમજ મુંબઈ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભરૂચ, ડાકોર અને વડોદરાથી આવનાર એક એક કોરોના પોઝિટિવ આવ્યા છે. શહેરમાં ગત સાંજ સુધી કુલ 120 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં કોલેજ, શાળા, ટ્યૂશન કલાસીસ શરૂ થતાં વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમણની ચપેટમાં આવી રહ્યા છે. સાથે જ મહિલાઓ અને ગૃહિણીઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બનતી જોવા મળી રહી છે. મનપા દ્વારા કોરોનાના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.

Next Story