સુરત : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી ચૂંટણી પ્રચાર અર્થે કાપડનગરીના વિવિધ વિસ્તારોમાં યોજશે રેલી

સુરત સ્થાનિક સવરાજ ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચારમાં લાગી ગઈ છે, ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આગામી તા. 14 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના મુખ્યમંત્રી મનીષ સીસોદીયા સુરત ખાતે પ્રચાર અર્થે આવી પહોચશે.
સુરતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને રસાકસી જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસની સાથે જ આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટીએ 30 વોર્ડની 130 બેઠક પર પોતાના 114 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે, ત્યારે આમ આદમીના સ્ટાર પ્રચારકો સુરતમાં ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. અગાઉ રાજ્યસભાના સાંસદ સંજયસિંઘ સુરત આવ્યા હતા. જેમાં તેઓએ ભવ્ય રોડ-શો યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમજ દિલ્હીના રાષ્ટ્રીય પ્રવક્તા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સંજીવ ઝા પણ ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા, જ્યારે આમ આદમી આપ પાર્ટી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા પણ આગામી રવિવારે ચૂંટણી પ્રચાર માટે સુરત આવી રહ્યા છે.
સુરતમાં પાર્ટીના ઉમેદવારોને જીતાડવા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા તા. 14 ફેબ્રુઆરીના રોજ સવારે 9 કલાકે સરથાણા જકાતનાકાથી વરાછાના અલગ અલગ વિસ્તારમાં ફરી હીરાભાગ ખાતે ચૂંટણી પ્રચાર પૂર્ણ કરશે, ત્યારબાદ બપોરે 3.30 કલાકે કતારગામ ગજેરા સર્કલથી અલગ અલગ વિસ્તારમાં રેલી યોજી આંબા તળાવડી ખાતે રેલી પૂર્ણ થશે. બાદમાં સાંજે અલગ અલગ જન સભા પણ યોજાશે.