Connect Gujarat
Featured

સુરત : ડીસ્ટ્રીકટ બેંકની ચુંટણીમાં ટીકીટ ન મળતાં ભાજપના આગેવાનો નારાજ, જુઓ શું ભર્યું પગલું

સુરત : ડીસ્ટ્રીકટ બેંકની ચુંટણીમાં ટીકીટ ન મળતાં ભાજપના આગેવાનો નારાજ, જુઓ શું ભર્યું પગલું
X

સુરત ડીસ્ટ્રીકટ કો- ઓપરેટીવ બેંકની ચુંટણીની તારીખ જાહેર થઇ ચુકી છે અને ભાજપે પોતાના ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરતાંની સાથે ભાજપમાં ભડકો થયો છે. ટીકીટ નહિ મળતાં ભાજપના નારાજ કાર્યકરોએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.

૯૧૦૦ કરોડ રૂપિયાનો વહીવટ કરતી સુરત ડી.કો.ઓપરેટીવ મંડળીની આવનાર ૨૮ તારીખે ચુંટણી થવાની છે. હાલ ચુંટણી માટે ફોર્મ ભરવાની શરુઆત થઇ ચુકી છે અને ભાજપે પોતાના ૧૧ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરી દેવાયું છે. જેમાં હાલના મંડળીના પ્રમુખ, ઉપપ્રમુખ સહીત ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ ,સાંસદ પ્રભુ વસાવા સહીત જીલ્લાના હોદ્દેદારોના નામ પણ છે. જોકે યાદી જાહેર થતા ભાજપમાં અંદરો અંદર ડખો થયો છે અને નારાજ પક્ષના સભ્યોએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવાની શરુઆત કરી છે

સી .આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બનતાની સાથેજ એમણે એક વ્યક્તિને એક હોદ્દાની જાહેરાત કરી હતી જેથી કરીને કોઈ કાર્યકરો ને અન્યાય ના થાય પરંતુ સુરત ડીસ્ટ્રીકટ બેંકની ચુંટણીમાં જે લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તેમાં હાલ બેંકના પ્રમુખ ઉપ પ્રમુખ ,સંસદ ,ધારાસભ્ય ,સુગર મિલના ચેરમેન સહીત ના નામો જાહેર કર્યા છે જેને લઇ જીલ્લા ના અન્ય કાર્યકરો માં ભારે રોષ છે. બારડોલી વિભાગ ગ્રામ વિકાસ કો.ઓ.ક્રેડીટ સોસાયટીના ઉપ પ્રેમુખ ભરત પટેલે અપક્ષમાંથી દાવેદારી નોંધાવી છે.

Next Story