Home > Featured > સુરત : કામરેજના નવાગામની સીમમાં પ્લાસ્ટિકના કોઈનથી જુગાર રમતા 7 જુગારીઓને જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યા
સુરત : કામરેજના નવાગામની સીમમાં પ્લાસ્ટિકના કોઈનથી જુગાર રમતા 7 જુગારીઓને જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યા
BY Connect Gujarat9 Aug 2020 6:54 AM GMT

X
Connect Gujarat9 Aug 2020 6:54 AM GMT
સુરત જિલ્લા એલસીબીની ટીમે કામરેજના નવાગામની સીમમાં આવેલ ઇસુપેપર નામની કંપનીમાં પૈસાને બદલે પ્લાસ્ટિકના કોઈનથી જુગાર રમી રહેલા 7 જેટલા શકુનીઓને 13.54 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ જિલ્લા એલસીબીના માણસોને બાતમી મળી હતી કે કામરેજ તાલુકાના નવાગામની સીમમાં આવેલ ઈસુ પેપર કંપનીનો માલિક કેટલાક બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે, જે બાતમીના આધારે જિલ્લા એલસીબીની ટીમે ફિલ્મી ઢબે રેડ કરતા ફેકટરી માલિક સહિત 7 જેટલા જુગારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પકડાયેલ જુગારીઓ પૈસાને બદલે પ્લાસ્ટિકના કોઈનથી જુગાર રમી રહ્યા હતા. પોલીસે પકડાયેલ જુગારીઓ પાસેથી 1,43,830 રોકડા 3 કાર,અને બે મોટરસાયકલ મળી કુલ 13.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Next Story