Connect Gujarat
Featured

સુરત : ફાયર સેફ્ટીના અભાવે હોસ્પિટલો સીલ કરાઇ, ફાયર વિભાગની કામગીરીથી તબીબ આલમમાં ખળભળાટ

સુરત : ફાયર સેફ્ટીના અભાવે હોસ્પિટલો સીલ કરાઇ, ફાયર વિભાગની કામગીરીથી તબીબ આલમમાં ખળભળાટ
X

સુરત શહેરમાં ફાયર વિભાગ દ્વારા વિવિધ હોસ્પિટલોને ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. જોકે, સતત ત્રીજા દિવસે પણ આ કામગીરી થતાં તબીબ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

હાલ સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે. આ બીજી લહેર વધુ ઘાતક બનતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. તો સાથે જ રાજ્યની કેટલાઈક હોસ્પિટલોમાં આગ લાગવાની પણ દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે આગની ઘટનામાં અનેક દર્દીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. તેવામાં હવે સુરત શહેર આ પ્રમાણે કોઈ મોટી આગની ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગ સતર્ક થયું છે.

સુરત ફાયર વિભાગ દ્વારા શહેરની અલગ અલગ 8 જેટલી હોસ્પિટલને ફાયર સેફ્ટીના અભાવે સીલ કરવામાં આવી છે. અગાઉ ફાયર વિભાગે ફાયર સેફ્ટી અંગે આ હોસ્પિટલો નોટિસ આપી હતી. જોકે, નોટિસ બાદ પણ હોસ્પિટલ તંત્ર દ્વારા આ મામલે કોઈ કામગીરી કરવામાં નહીં આવી હતી. જેથી છેલ્લા 3 દિવસમાં 44 હોસ્પિટલો સીલ કરવામાં આવતા તબીબ આલમમાં પણ ખળભળાટ મચી ગયો છે.

Next Story