Connect Gujarat
ગુજરાત

સુરત : જનતા કરફયુ : સુરત ડીવીઝનની તમામ ટ્રીપો કરવામાં આવી રદ

સુરત : જનતા કરફયુ : સુરત ડીવીઝનની તમામ ટ્રીપો કરવામાં આવી રદ
X

સુરત

ડીવીઝનના તમામ ડેપોમાંથી ઉપડતી તમામ ટ્રીપો રવિવારના રોજ બંધ રાખવામાં આવશે. જનતા

કરફયુના કારણે રાજય સરકારે વાહનવ્યવહારના તમામ સાધનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

કોરોના

વાયરસને ફેલાતો રોકવા માટે રવિવારે એસટી નિગમની 2000 બસોના પૈડા થંભી જશે. જનતા કરફયુના અમલ

માટે એસટી નિગમ દ્વારા આ ઘોષણા કરવામાં આવી છે. આ ઉપરાંત એસટી નિગમની એમ.પી મહારાષ્ટ્ર અને રાજસ્થાન ખાતે જતી

બસ સેવાઓને પણ બંધ રાખવામાં આવશે. ગઇકાલથી જ સુરત ડેપો ખાતેથી આંતર રાજય પરિવહન

બંધ થઇ ચુકયું છે અને રવિવારે તમામ ટ્રીપો બંધ રહેશે. મુસાફરોને રવિવારના રોજ

મુસાફરી ટાળી દેવા અપીલ કરવામાં આવી છે.

Next Story