Connect Gujarat
Featured

સુરત : પરબ ગામે કારખાનામાં લાગી અચાનક આગ, જુઓ આગમાં ફસાયેલા શ્રમિકોનું “LIVE” રેસક્યું..!

સુરત : પરબ ગામે કારખાનામાં લાગી અચાનક આગ, જુઓ આગમાં ફસાયેલા શ્રમિકોનું “LIVE” રેસક્યું..!
X

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામ નજીક આવેલ એક કારખાનામાં અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી, ત્યારે કારખાનામાં ફસાયેલા કેટલાક શ્રમિકોનું ફાયર ફાઇટરોએ રેસક્યું કર્યું હતું.

મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાના પરબ ગામ નજીક આવેલ ઔધોગિક વસાહતના વિસ્તારમાં આવેલ એક ફેબ્રિકના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, ત્યારે આગ લાગતાની સાથે જ આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. જોકે કારખાનાના મુખ્ય દરવાજા પાસે જ આગ લાગતાં કારખાનામાં કેટલાક મજૂર વર્ગના લોકો ફસાયા હતા. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

જેમાં આગ પર પાણીનો મારો ચલાવી ફાયર ફાઇટરોએ સમગ્ર આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. તો સાથે જ આગમાં ફસાયેલા મજૂર વર્ગને બચાવવા માટે રેસક્યું પણ હાથ ધર્યું હતું, ત્યારે ભારે જહેમત બાદ 3થી વધુ શ્રમિકોનું રેસક્યું કરી સહી સલામત રીતે બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા હતા. આગમાં ફસાયેલા શ્રમિકોનો પરિવાર સાથે ભેટો થતાં કરુણાસભર દ્રશ્યો સર્જાયા હતા. હાલ તો કારખાનામાં આગ લાગવાનુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story