Connect Gujarat
Featured

સુરત :- UPSCની પરીક્ષામાં સુરતનો કાર્તિક જીવાણી ગુજરાતમાં

સુરત :-  UPSCની પરીક્ષામાં સુરતનો કાર્તિક જીવાણી ગુજરાતમાં
X

દેશમાં UPSCની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતનો કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. તેણે IPSની ટ્રેનિંગ સાથે દેશમાં 84મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.

દેશમાં UPSCની પરીક્ષા લેવામાં આવી હતી. જેના પરિણામ ગુજરાત માટે ઉત્સાહ વર્ધક રહયાં છે. સુરતના રહેવાસી કાર્તિક જીવાણીએ ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.કાર્તિક જીવાણીએ 2017માં પરીક્ષા આપી હતી પણ નિષ્ફળતા મળી હતી. પરંતુ ફરી 2 વર્ષની સખત મહેનતના અંતે વર્ષ 2019માં ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 94મો ક્રમ મેળવ્યો હતો. જેથી IASની જગ્યાએ IPS કેડરમાં એડમિશન મળ્યું હતું. પરંતુ તે આઇએએસ અધિકારી બનવા માંગતો હતો.

કાર્તિકના પિતા નાગજીભાઇ જીવાણી વરાછા વિસ્તારમાં લેબોરેટરી ચલાવે છે. કાર્તિકે સુરતમાં આવેલાં પ્લેગ બાદ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એસ.આર. રાવે બદલેલી શહેરની સિકલ બાદ આઇએએસ અધિકારી બનવાનો નિર્ધાર કર્યો હતો. ગત વર્ષે માત્ર બે રેન્ક નીચો આવતાં IPSમાં જવું પડ્યું. પરંતુ હવે જો IASમાં ચાન્સ મળશે તો તે કેડર જોઈન કરીશ તેમ કાર્તિકે જણાવ્યું હતું. જો તેને IAS કેડર મળશે તો તે સુરતનો પ્રથમ IAS અધિકારી બનશે. કાર્તિક સુરતની જ પીપી સવાણી અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 12 સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈની IITમાંથી મિકેનિકલમાં બી.ટેક થયો છે. કાર્તિકે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવ્યું છે.

Next Story