સુરત : ખાડો ખોદે તે નહિ પણ બીજા પડે ખાડામાં, જુઓ કુદસદમાં આખલા સાથે શું થયું ?

New Update
સુરત : ખાડો ખોદે તે નહિ પણ બીજા પડે ખાડામાં, જુઓ કુદસદમાં આખલા સાથે શું થયું ?

સુરત જિલ્લાના કુડસદ ગામે વીજકંપનીની ગંભીર

બેદરકારીનો ભોગ એક આખલો બન્યો હતો. વીજ કંપનીએ  કોઈ

કામ અર્થે ખોદેલા 15 ફૂટ ઊંડા ખાડામાં આખલો પડી જતાં તેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.

સુરત જિલ્લાના કુડસદ ગામ નજીકથી પસાર થતાં રાજ્યધોરી માર્ગ નંબર 65 પર આવેલાં રણછોડનગર પાસે વીજકંપનીએ કોઇ કામ માટે ખાદો ખોડયો છે. કોઈ પણ જાતના ચેતવણી બોર્ડ લગાવ્યા વગર જ 15 ફૂટ ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે. વીજ કંપનીએ ખોડેલા ગત મોડી રાત્રે ખાડામાં એક આખલો પડી ગયો હતો. બનાવની જાણ સ્થાનિકોએ વીજકંપનીના અધિકારીઓને કરતાં તેઓએ અમારામાં ન લાગે તેવું જણાવી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. સ્થળ પર કોઈ અધિકારી નહીં ફરકતા કે આખલો કાઢવાની કામગીરી નહીં કરાતા આખરે ભારે જહેમત બાદ વંદે માતરમ અને ગૌરક્ષા ગૃપના સભ્યોએ ક્રેનની મદદથી આખલાનું રેસક્યું કરી સહી સલામત રીતે ખાડામાંથી બહાર કાઢયો હતો.