Connect Gujarat
ગુજરાત

સુરત : અમેરિકાથી આવેલી વરાછાની તરૂણી બની લાપત્તા, જુઓ સીસીટીવીમાં શું થયો ખુલાસો

સુરત : અમેરિકાથી આવેલી વરાછાની તરૂણી બની લાપત્તા, જુઓ સીસીટીવીમાં શું થયો ખુલાસો
X

અમેરિકાથી

સુરતમાં લગ્નમાં હાજરી આપવા આવેલી વરાછા વિસ્તારની તરૂણી લાપત્તા બની જતાં પરિવારે

અપહરણની આશંકા દર્શાવી હતી. જો કે પોલીસે સીસીટીવી ચેક કરતાં તરૂણી એક યુવાન સાથે

જતી જોવા મળી હતી.અમેરિકામાં

સ્થાયી થયેલો વરાછાનો પરિવાર લગ્ન પ્રસંગ હોવાથી સુરત ખાતે આવ્યો હતો. આ પરિવારની 15 વર્ષીય સગીરા વેલેન્ટાઇન્સ ડેના આગળના દિવસથી લાપત્તા બની જતાં પરિવારમાં

દોડધામ મચી ગઇ હતી. સગીરાના અપહરણની ફરિયાદ મળતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે

આસપાસના વિસ્તારના સીસીટીવીના ફૂટેજની તપાસ શરૂ કરી હતી. રેલવે સ્ટેશન ખાતે લાગેલાં

સીસીટીવીમાં તરૂણી એક યુવાન સાથે જતી દેખાઇ રહી છે. પ્રાથમિક તબકકે તે તેના પ્રેમી

સાથે ભાગી હોવાનું લાગી રહયું છે જો કે પોલીસ વધુ તપાસ કરી રહી છે. પરિવારના સભ્યો

સરથાણા વિસ્તારમાં આવેલાં પાર્ટી પ્લોટમાં દાંડીયા રાસમાં મશગુલ હતાં ત્યારે તકનો

લાભ ઉઠાવી સગીરા ભાગી છુટી હોવાનું જાણવા મળી રહયું છે.

Next Story
Share it