Connect Gujarat
Featured

સુરત : કોરોના વાયરસના કહેર વચ્ચે લોકો સુધરવાનું નામ નથી લેતા, જુઓ કેવી રાખે છે બેદરકારી..!

સુરત : કોરોના વાયરસના કહેર વચ્ચે  લોકો સુધરવાનું નામ નથી લેતા, જુઓ કેવી રાખે છે બેદરકારી..!
X

સુરત શહેરમાં દિન પ્રતિદિન કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે કોરોનાના કહેર વચ્ચે લોકો સુધરવાનું નામ સુદ્ધા લઇ નથી રહ્યા.

આ દ્રશ્ય છે સુરત નવી સિવિલ હોસ્પિટલના, જ્યાં લોકો માસ્ક વગર નજરે પડી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી લોકો સારવાર લેવા માટે આવતા હોય છે, જ્યારે નવી સિવિલ હોસ્પિટલમાં જ કોવિડ હોસ્પિટલ હોવાથી સારવાર લેવા આવતા દર્દીઓ સહિત રિક્ષાચાલકો, ચાની લારી ધારકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે મનપા કમિશનરે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. જોકે મનપાના કર્મચારીઓ સહિત પોલીસ કર્મચારીઓ દ્વારા માસ્ક વગરના લોકોને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં જ માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવતો નથી. જોકે આ બેદરકારીથી કોરોનાનું સંક્રમણ ઝડપી વધી શકે તેવી ભીતિ સેવાઇ રહી છે.

Next Story