Connect Gujarat
સમાચાર

સુરત : પાલિકાના કર્મીએ માસ્ક બાબતે ટોકતાં બાઇકચાલક ઉશ્કેરાયો, જુઓ રકઝકનો LIVE વિડિયો

સુરત : પાલિકાના કર્મીએ માસ્ક બાબતે ટોકતાં બાઇકચાલક ઉશ્કેરાયો, જુઓ રકઝકનો LIVE વિડિયો
X

સુરત શહેર જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો થયો છે, ત્યારે લોકોને હવે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન માટે મનપા દ્વારા કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. જોકે રસ્તે આવતા જતા લોકોએ માસ્ક ન પહેર્યા હોય તો પાલિકાના અધિકારીઓ તેમની પાસેથી દંડ વસૂલ કરી રહ્યા છે, ત્યારે પાલિકાના અધિકારીઓ અને એક વાહનચાલક વચ્ચે તું તું મે મેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

સુરતના વાઇરલ વિડિયોમાં જોઈ શકાય છે કે, એક બાઈક પર 2 શ્રમજીવી યુવક જતા હતા તે દરમ્યાન પાલિકા અધિકારીઓએ અટકાવી બાઈક પાછળ સવાર અન્ય યુવકનું માસ્ક પવનના કારણે થોડું નીચે આવી ગયું હતું. જેના કારણે પાલિકા અધિકારીઓ તેની પાસેથી દંડ વસૂલ કરવાની તૈયારી કરતાં હતા, ત્યારે બન્ને યુવકોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. જેથી ઉશ્કેરાઈ જઈ પાલિકાના અધિકારીએ હાથ ઉગામ્યો હતો. ઉપરાંત બાઈકની ચાવી કાઢવાનો પ્રયાસ કરી બાઈકને સાઈડમાં લેવા દબાણ કર્યું હતું. જોકે, આ ઘટનાનો વિડિયો યુવકોએ પોતોના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. જોકે સુરત પાલિકાના અધિકારીઓએ વાણી વિલાસ ભૂલી તેઓને વાહનમાંથી ચાવી કાઢવાની સતા કોના દ્વારા અપાઈ છે તે અંગે પણ લોકોમાં ઘણા સવાલ ઉઠ્યા હતા.

Next Story