Connect Gujarat
ગુજરાત

સુરત: બળાત્કાર કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદની સજા સાથે તેના મળતિયાઓને પણ કોર્ટે ફટકારી આકરી સજા

સુરત: બળાત્કાર કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદની સજા સાથે તેના મળતિયાઓને પણ કોર્ટે ફટકારી આકરી સજા
X

સત્ય પરેશાન કરી શકે છે પરાજિત નહીં-પીડિતા

નારાયણ સાંઈ કેસમાં પીડિતા ખુલીને મીડિયા સમક્ષ બહાર આવી

નારાયણને અને તેના માળતીયાઓ ને સજાથી પીડિતાના હર્ષના આંસુ છલકી ઉઠ્યા

ધર્મ અને ધર્મ ગુરુઓના નામે રહેતા ઢોંગીઓ થી સાવધાન થવા જણાવ્યું

ચુકાદા બાદ પીડિતા મીડિયા સામે આવી હતી અને કેસના શરૂઆતથી અંત સુધી પોતાની આપવીતી બતાવી હતી.જે સાધિકા હાલ સુધી નારાયણ સાંઈ અને આસારામ બાપુ ને પોતાના ગુરુ ભગવાન અને પિતાતુલ્ય માનતી હતી. તેને ખબર ન હતી કે એ જ ભગવાન તેના માટે શેતાનના રૂપમાં બહાર આવશે અને એ જ નારાયણ સાઈ તેની સાથે બળાત્કાર ગુજારશે.

જો કે વર્ષો બાદ આ કેસમાં જ્યારે ચુકાદો આવ્યો ત્યારે પીડિતા ના આંખોમાં આંશુ હતા.અને આ આશુ એ દુઃખ જોયા બાદ સુખના આંશુ હતા જ્યારે ભગવાનના વેશમાં છુપેલા રાક્ષસનો ચહેરો સુરત કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારતા બેનકાબ થયો હતો.આ સાથે ધર્મ અને ધર્મ ગુરુઓમાં આંધળી થઈ જતી મહિલાઓ અને દરેક ભક્તો ને પીડિતાએ પોતાની આપવીતી સાથે સંદેશો પાઠવ્યો છે. ભક્તિના નામે જે રીતે તેનો ભોગ લેવાયો તે રીતે તમારું ભોગ ન લેવાય તેનું ખાસ ધ્યાન રાખો.

Next Story