Connect Gujarat
ગુજરાત

સુરત : શહેરને પ્લાસ્ટીક ફ્રી બનાવવા કવાયત : એક માસમાં 51 હજાર કીલો થેલીઓ જપ્ત

સુરત : શહેરને પ્લાસ્ટીક ફ્રી બનાવવા કવાયત : એક માસમાં 51 હજાર કીલો થેલીઓ જપ્ત
X

સુરત શહેરને પ્લાસ્ટિક ફ્રી કરવા માટે મનપાએ હવે કમર કસી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના સાતેય ઝોનમાં અલગ અલગ ટીમ બનાવી કડક કાયર્વાહી કરી એક મહીનામાં 51 હજાર કિલોથી વધારે પ્રતિબંધિત પ્લાસ્ટીકની થેલીઓ સહિતની વસ્તુઓ કબજે લેવાઇ છે.

સુરત મનપા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ વેચાણ સામેની ઝુંબેશ રોજે રોજ વધુ કડક થઇ રહી છે. ત્યારે હવે એથી પણ આગળ વધીને સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજો પર પ્રતિબંધ મુકવા માટે સુરત મનપાના સત્તાધીશો સજ્જ થઇ ગયા છે. સુરત મનપા દ્વારા સુરતના સાત ઝોનમાં કામગીરી કરવામાં આવી રહી છે. વેસુ સ્થિત માર્વેલા કોરીડોર શોપિંગ સેન્ટરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી ૧ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો અને થર્મોકોલની ડીસોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને દુકાનદારને નોટીસ આપવામાં આવી હતી.ઉલેખનીય છે કે છેલ્લા એક માસમાં અંદાજીત ૫૧ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી ૫૨.૮૭ લાખનો વહીવટી ચાર્જ મનપાએ વસુલ્યો છે અને ૧૮૧ સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી છે.અઠવાઝોનમાં એક જ દિવસમાં ૪૪ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી ૧૦ સંસ્થાઓને સીલ કરાઈ છે. વરાછા સ્થિત માતાવાડીમાંથી ૭૨૦ કિલો પ્લાસ્ટિક ઝડપી પાડવામાં આવ્યું છે.

Next Story