Connect Gujarat
Featured

સુરત : 2,500 રૂપિયાના ફીકસ ગ્રેડ પર ભરતી કરાયેલી નર્સોમાં છે રોષ, જુઓ શું છે કારણ

સુરત : 2,500 રૂપિયાના ફીકસ ગ્રેડ પર ભરતી કરાયેલી નર્સોમાં છે રોષ, જુઓ શું છે કારણ
X

કોરોનાનો મહામારીમાં જીવના જોખમે કામ કરી રહેલા કોરોના વોરિયર્સ નર્સિંગ સ્ટાફને પૂર્ણ પગાર આપવામાં નહીં આવતા નર્સિંગ સ્ટાફમાં રોષ ફેલાયો છે.

રાજ્ય સરકાર દ્વારા 2014માં 2500ના ફિક્સ ગ્રેડ પે ઉપર 1800 જેટલા નર્સિંગ સ્ટાફની ભરતી કરાઈ હતી. ભરતી બાદ અલગ અલગ જગ્યાએ તેમને નિમણૂક કરાયા હતાં. નર્સિંગમાં ફરજ બજાવતા સ્ટાફને પાંચ વર્ષ પૂર્ણ થયા છતાં સરકાર દ્વારા તેઓને પુર્ણ પગાર ચુકવવામાં આવી રહયો નથી. હાલ સમગ્ર સ્ટાફ પાંચ હજાર રૂપિયાના નજીવા પગારમાં કામ કરી રહયાં છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવત અંજના ચૌહાણને જણાવ્યું હતું કે અમારે પાંચ વર્ષ ફિક્સ પગારના થઈ ગયા છે તેમ છતાં ફુલ પગાર આપવામાં આવી રહ્યો નથી. જેથી અમે હાલ માત્ર માંગ કરી રહ્યા છીએ કે, અમને ફુલ પગાર આપવામાં આવે. હાલ કોરોના દર્દીઓની કામગીરી હોવાથી અમે અન્ય કોઈ પગલાં ભરવા યોગ્ય ન સમજતા હોવાથી અમને યોગ્ય કરી આપવાની સરકારમાં રજૂઆત કરી રહ્યાં છે કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી અમે કામ ચાલુ રાખીશું જેથી દર્દીઓને કોઇ તકલીફ ન પડે.

Next Story