Connect Gujarat
Featured

સુરત : દેશના સંવિધાનની જાણકારી આપવા પાંડેસરાના યુવકોની અનોખી પહેલ, તમે પણ જુઓ વીડીયો

સુરત : દેશના સંવિધાનની જાણકારી આપવા પાંડેસરાના યુવકોની અનોખી પહેલ, તમે પણ જુઓ વીડીયો
X

સુરત શહેરના પાંડેસરા વિસ્તારના યુવકો દ્વારા ગણતંત્ર દિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. યુવકોએ ભારતીય સવિધાનના દ્વારા મળતા મુળભુત અધિકારો વિશે લોકોને જાગૃત કરવા માટે પ્રભાત રેલી યોજી હતી. તેમણે લોકોને બંધારણની જાણકારી આપવા ઉપરાંત આગામી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

15મી ઓગષ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયાં બાદ 26મી જાન્યુઆરીના રોજ દેશમાં નવું બંધારણ અમલમાં આવ્યું હતું તેથી આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે દેશભરમાં ધુમધામથી ઉજવવામાં આવે છે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, બાબાસાહેબ આંબેડકર સહિતના તજજ્ઞોએ 2 વર્ષ 11 મહિના 18 દિવસમાં સવિધાન તૈયાર કરીને 26 નવેમ્બર 1949 માં અર્પિત કર્યું હતું આ સંવિધાન વિશ્વનું સૌથી મોટું લેખિત સંવિધાન છે. ભારતના સંવિધાનમાં તમામ નાગરિકોને સમતા,સ્વતંત્રતા આપવામાં આવી છે. 26 જાન્યુવારી 1950ના રોજ ભારતીય સંવિધાન લાગુ થયું હતું. દેશના લોકોને સંવિધાન અંગે જાણકારી મળે તથા તેઓ મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી પાંડેસરાના યુવાનોએ રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયાં હતાં અને જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

Next Story