Connect Gujarat
ગુજરાત

સુરત : પાંડેસરામાં પગાર વધારા મામલે તોફાની તત્વોએ કર્યો પથ્થરમારો, સીસીટીવી આવ્યા બહાર

સુરત : પાંડેસરામાં પગાર વધારા મામલે તોફાની તત્વોએ કર્યો પથ્થરમારો, સીસીટીવી આવ્યા બહાર
X

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદ અને બમરોલી વિસ્તારમાં વિવિંગ એકમોમાં કારીગરોને પગાર વધારા મામલે તોફાની તત્વોના ટોળાએ પથ્થરમારો કરી 200 જેટલા કારખાનાઓ બંધ કરાવ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા કેદ થઈ ગઈ હતી.

સુરતના બમરોલી અને વડોદ વિસ્તારમાં 10થી 12 લોકોના ટોળાએ મોં પર રૂમાલ બાંધી લુમ્સના કારખાનાઓ પર પથ્થરમારો કર્યો હાથો. તોફાની તત્વોએ 200થી વધુ લુમ્સના કારખાનાઓ બંધ કરાવ્યા હતા. છેલ્લાં 22 દિવસથી લુમ્સના કારીગરો પગાર વધારાની માંગ કરી રહ્યા છે. માંગ સ્વીકારવામાં આવતા વરાછા, ભટાર, પાંડેસરા સહિત અન્ય વિસ્તારોમાં કારીગરો પગાર વધારાને લઈ વિરોધ નોંધાવી રહ્યા છે. વિરોધને લઈ પાંડેસરા, બમરોલી અને વડોદ ખાતે આવેલ બાપ્પા સીતારામ વિભાગ-1 અને 2માં મધ્યરાત્રિએ તોફાની તત્વોનું ટોળું પથ્થરમારો કરી પલાયન થઈ ગયું હતું. પથ્થરમારાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા કેદ થઈ હતી. બનાવ આંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ આવ્યા બાદ સ્થિતિ નિયંત્રણ આવી હતી. હાલ પોલીસે તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગની પ્રક્રિયામાં વધારો કર્યો છે.

Next Story