Connect Gujarat
Featured

સુરત : પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોલીસનું ધ્વજવંદન, કોરોના વોરિયર્સનું કરાયું સન્માન

સુરત : પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોલીસનું ધ્વજવંદન, કોરોના વોરિયર્સનું કરાયું સન્માન
X

સુરતના અઠવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 72માં ગણતંત્ર દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સુરત સહિત જિલ્લા પોલીસ ખાતામાં ફરજ બજાવતા જવાનોને શ્રેષ્ઠ કામગીરી બદલ આદિવાસી જાતિ વન પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

સુરત શહેરના અઠવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધ્વજવંદન સમારંભમાં કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે તિરંગો ફરકાવાયો હતો. આદિવાસી જાતિ અને પર્યાવરણ વિભાગના મંત્રી ગણપતિસિંહ વસાવા અને સુરત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કોરોના વોરિયર્સને સન્માનિત કરાયાં હતાં. તેમને પ્રશસ્તિપત્રો અર્પણ કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.

વર્ષ દરમિયાન સારી કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓ અને જવાનોને પણ સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા.પોલીસ ગ્રાઉન્ડ પર શહેર પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી હતી. 72માં ગણતંત્ર દિવસ નિમિત્તે શહેર પોલીસ દ્વારા 72 વખત હવામાં રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

Next Story