Connect Gujarat
Featured

સુરત : ડ્રગ્સના મામલામાં સલમાનનું નામ, કરોડોના ડ્રગ્સનો થયો પર્દાફાશ

સુરત : ડ્રગ્સના મામલામાં સલમાનનું નામ, કરોડોના ડ્રગ્સનો  થયો પર્દાફાશ
X

સુરત શહેરમાં ડ્રગ્સના દૂષણને ડામવાના પોલીસ પ્રયાસમાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. 1 કરોડથી વધુના MD ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. જુઓ ડ્રગ્સના કાળા કારોબારનો સંપૂર્ણ ખેલ

સુરત શહેરમાં પોલીસ કમિશ્નર અજય તોમરે ચાર્જ લીધા બાદ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા દોઢ માહિનામાં એમડી ડ્રગ્સ મામલે સાત કેસ નોંધાયા છે. જેમાં સૌથી મોટો જથ્થો હાથ લાગ્યો છે. પોલીસે એક કરોડથી વધુના ડ્રગ્સને ઝડપી અલગ અલગ જગ્યાએ રેડ કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ડ્રગ્સનો કાળો કારોબાર કરતાં ઇસમોને ડુમસ, સરથાણા અને વરાછા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. ડુમસમાંથી સલમાન ઉર્ફે અમન મોહમ્મદ હનીફ ઝવેરી, સરથાણામાંથી સંકેત અલલાલીયા અને વરાછામાંથી વિનય ઉર્ફે બંટી પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ માફિયાઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતા

ડુમસથી ઝડપાયેલા સલમાન ઉર્ફે મોહમ્મદ હનીફ પાસેથી પાસેથી 1011.82 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો અંદાજે 1,01,18,200 રૂપિયાનો મળી આવ્યો, વરાછામાંથી ઝડપાયેલા વિનય ઉર્ફે બંટી પટેલ પાસેથી 17.5 ગ્રામ એટ્લે કે અંદાજે 1,75,000 રૂપિયાનો એમડી ડ્રગ્સ મળી આવ્યો. જ્યારે સરથાણામાંથી સંકેત અસલાલીયાને કાળા કારોબારમાં ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે આદિલ અને રોહન નામના શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં નશીલા પદાર્થને લઇને ગુજરાત જાણે ઉડતા ગુજરાત તરીકે ઓળખાવા લાગતા સરકાર દ્વારા આવા નશીલા પદાર્થ વેચાણ કરવાનું નેટવર્ક પકડી પાડવાના આદેશ બાદ સતત ગુજરાત માંથી એમડી ડ્રગ્સના કંસાઈમેન્ટ પોલીસ ઝડપી રહી છે. જેમાં આજે સુરત પોલીસને સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી.

Next Story