Connect Gujarat
ગુજરાત

સુરત : શાહ એન્ટરપ્રાઇઝમાં મુકબધિર કારીગરનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો

સુરત : શાહ એન્ટરપ્રાઇઝમાં મુકબધિર કારીગરનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો
X

સુરતના ઉધના વિસ્તારમાં રોડ નંબર 3 પર શાહ એન્ટરપ્રાઇસમાં કામ કરતાં મુક બધિર કારીગરનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. મૃતકની હત્યા કરી દેવામાં આવી હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખી પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

ઉધના રોડ નંબર 3 ખાતે આવેલ શાહ એન્ટરપ્રાઇસ રિષિત ઇન્ટરપ્રાઇસમાં છેલ્લા 30 વર્ષથી કામ કરતો 55 વર્ષીય ગુલામ આદમ પટેલ નામના મુકબધિર કારીગરનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. મૃતક ગુલામ પટેલ મુળ ભરૂચનો રહેવાસી હતો. ઘટના જાણ ઉધના પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતકના સબંધીએ જણાવ્યું હતું કે, કારખાનના માલિકો કોલ આવ્યો હતો કે ગુલામ પટેલની હત્યા થઈ ગઈ છે જેથી અમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.તકની હત્યા કરી દેવામાં આવી હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખી પોલીસે તપાસનો દોર આગળ ધપાવી હત્યારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

Next Story