Connect Gujarat
Featured

સુરત : કબજા રસીદવાળી મિલકતોને કાયદેસર કરવા કવાયત, સોસાયટીના પ્રમુખો સાથે કલેકટરે યોજી બેઠક

સુરત : કબજા રસીદવાળી મિલકતોને કાયદેસર કરવા કવાયત, સોસાયટીના પ્રમુખો સાથે કલેકટરે યોજી બેઠક
X

સુરત શહેરના પુણાગામના સ્થાનિક લોકો કબજા રસીદવાળી મિલકતને કાયદેસર કરવા લડત ચલાવી રહ્યા છે મિલકત કાયદેસર કરવા આજ રોજ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તંત્ર સાથે બેઠક મળી હતી.

સુરતના પુણાગામની 25 સોસાયટીના રહીશો પોતાની ગેરકાયદેસર મિલકત કાયદેસર કરવા લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે મિલકત કાયદેસર કરી માલિક હક આપવાની માગ સાથે 20 હજાર કરતા વધુ પોસ્ટકાર્ડ પણ સરકારને લખવામાં આવ્યાં હતાં. કબજા રસીદવાળી મિલકતોને કાયદેસર કરવા સંદર્ભમાં કલેકટર કચેરી ખાતે કલેકટર અને વિવિધ સોસાયટીના રહીશો વચ્ચે બેઠક યોજાઇ હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટરે સોસાયટીના પ્રમુખોને કબજા રસીદ વાળી સોસાયટીની સામુહિક અરજી કરવા જણાવ્યું હતું. આ અરજીઓ કલેક્ટર અને રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે અને બાદમાં સૂચિત સોસાયટીઓ જાહેર કરવામાં આવશે. સોસાયટીઓની કાર્યવાહી પુર્ણ થયા બાદ જે મકાન ધારકો છે તેવો પાસેથી અરજી કરાવી તેમની મિલકતોને કાયદેસર કરવામાં આવશે.

Next Story