Connect Gujarat
Featured

સુરત : કુડસદ ગામના પશુપાલકોએ તબેલામાં બાંધી મચ્છરદાની, જાણો શું છે કારણ..!

સુરત : કુડસદ ગામના પશુપાલકોએ તબેલામાં બાંધી મચ્છરદાની, જાણો શું છે કારણ..!
X

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે મચ્છરનો ત્રાસ એટલો વધી ગયો છે કે, પશુપાલકોએ પોતાના માલઢોરને મચ્છરથી બચાવવા માટે પોતાના તબેલામાં મચ્છરદાની બાંધવાની ફરજ પડી છે. જુઓ અમારો વિશેષ અહેવાલ...

ઓલપાડ તાલુકાના કુડસદ ગામે મોટી સંખ્યામાં માલધારી સમાજ વસવાટ કરે છે, ત્યારે માલધારીઓના નેહડામાં મચ્છરનો ત્રાસ વધતા સૌ કોઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી ગંદકી અને મચ્છરનું સામ્રાજ્ય વધ્યું છે. તો મચ્છરોના કારણે માલધારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં પશુપાલકોએ પોતાના માલઢોરને મચ્છરથી બચાવવા તબેલામાં મચ્છરદાની બાંધવાની ફરજ પડી છે.

જોકે કુડસદ ગામે મચ્છરોના ત્રાસથી માલઢોર પણ આરામથી બેસી નથી શકતો. મચ્છરના ત્રાસથી દુધાળા પશુઓનું દૂધ ઘટી જતાં તેની સીધી અસર માલધારીઓના ખિસ્સા પર જોવા મળી રહી છે. જોકે માલધારીઓ દ્વારા કુડસદ પંચાયત પાસે માંગ કરવામાં આવી હતી કે, વહેલી તકે અહીના વિસ્તારમાં જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ ખુલ્લી જગ્યામાં ભરાઈ ગયેલા પાણીનો નિકાલ કરવામાં આવે જેથી મચ્છરોનો ત્રાસ ઘટે તેમ છે.

Next Story