Connect Gujarat
ગુજરાત

સુરત : ચાર્જર ચોરીની શંકાએ વોચમેનની હત્યા, ત્રણ આરોપીએ કર્યું સરન્ડર

સુરત : ચાર્જર ચોરીની શંકાએ વોચમેનની હત્યા, ત્રણ આરોપીએ કર્યું સરન્ડર
X

સુરતના વેસુમાં મોબાઈલ ચોરીની શંકામાં

ત્રણ લોકોએ ભેગા મળી વોચમેનની હત્યા કરી દીધી હતી.આ ગુનામાં પોલીસે ત્રણ આરોપીની

ધરપડક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશનો વતની અને ૩૫ વર્ષીય ઉમાકાંત તિવારી વેસુના મુનીરા

કંપાઉન્ડમાં માં વોચમેન તરીકે ફરજ બજાવતો હતો. પાંચ દિવસ પહેલા તેણે તેની સાથે નોકરી કરતાં અન્ય વોચમેન પ્રેમસીંગ જાટનું ચાર્જર ચોરી

લીધું હતું. ઉમાંકાતે ચાર્જર ચોરી કર્યું હોવાનું પ્રેમસીંગને ખબર પડી જતા તેને

ઠપકો આપી માર માર્યો હતો. જેમાં ઉમાકાંતનું મોત થઇ ગયું હતું. આ ઘટનાની જાણ

વોચમેનના સુપરવાઈઝર રાજેશ પાલ અને તેની સાથેના સંજય મિશ્રાને થતાં તેમણે મૃતદેહનો નિકાલ કરી દીધો હતો.

મૃતદેહને બાઇક પર સરસાણા ડોમ પાસે વેરાન જગ્યામાં નાંખી દેવાયો હતો. મૃતદેહની ઓળખ

ન થાય તે માટે ચહેરો એસિડ નાંખી વિકૃત કરી નાંખવામાં આવ્યો હતો. હત્યાના પાંચ દિવસ

બાદ ત્રણેય આરોપીઓએ સામેથી પોલીસ મથકમાં સરેન્ડર કર્યું હતું .પોલીસે તેમની ધરપકડ

કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story