Connect Gujarat
Featured

સુરત : હરિઈચ્છા ઇન્ડસ્ટ્રીયલની લિફ્ટમાં માથું આવી જતા મહિલાનું મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરત : હરિઈચ્છા ઇન્ડસ્ટ્રીયલની લિફ્ટમાં માથું આવી જતા મહિલાનું મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી
X

સુરત શહેરના ઉધના હરિઈચ્છા ઇન્ડસ્ટ્રીયલમાં લિફ્ટમાં મહિલાનું માથું આવી જતા મોત નીપજ્યું હતું. મહિલા બેરિંગના સ્પેરપાર્ટ્સના ગોડાઉનમાં કામ કરતી હતી, ત્યારે ગ્રાઉન્ડ ફ્લોરના ભાગેથી પ્રથમ માળે બેરિંગનો સામાનની અવરજવર વેળાએ ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં આવેલ રામનગર ખાતે રહેતા 39 વર્ષીય મહિલા પૂજા ઈન્દોરવાળા ઉધના સ્થિત હરિઈચ્છા ઇન્ડસ્ટ્રીયલમાં બેરિંગમાં નોકરી કરતા હતા. નોકરી દરમિયાન લિફ્ટમાં મહિલાનું માથું આવી જતા તેઓનું મોત નીપજ્યું હતું. ઘાટનાના પગલે કર્મચારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં જ પોલિસ કાફલો તાત્કાલિક સ્થળે દોડી આવ્યો હતો. હાલ ઉધના પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story