Connect Gujarat
Featured

સુરત : સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા દિવસની કરાઇ ઉજવણી, કોરોના વોરિયર્સ મહિલાઓનું કરાયું વિશેષ સન્માન

સુરત : સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા દિવસની કરાઇ ઉજવણી, કોરોના વોરિયર્સ મહિલાઓનું કરાયું વિશેષ સન્માન
X

8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. ભારતભરમાં મહિલાઓના પ્રતિ સમ્માન, પ્રશંસા અને પ્રેમ પ્રકટ કરીને આ દિવસને મહિલાઓના આર્થિક, રાજનીતિક અને તેઓએ કરેલા કાર્યને ઉત્સવની જેમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે સુરત શહેર ખાતે પણ વિશ્વ મહિલા દિવસની વિષેશરૂપે ઉજવણી કરવામાં આવી હતી.

દેશભરમાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ડોકટર, નર્સ, સફાઈ કામદાર, પોલીસ, સામાજિક કાર્યકરો સહિત મહિલા પત્રકારો પોતાનો જીવ જોખમમાં મૂકી લોકોની સેવામાં લાગ્યા હતા અને હાલ પણ તેઓ પોતાની ફરજ બખૂબી નિભાવી રહ્યા છે, ત્યારે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ધી ટ્રેઇન નરસિંગ એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા તબીબ, નર્સ, સફાઈ કામદાર, સામાજિક કાર્યકર અને રાજકીય મહિલાઓ સહિત શહેરની મહિલા પત્રકારો મળી કુલ 51 મહિલાઓનું નર્સિંગ એસોસિએશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનીત મહિલાઓ પોતાના પરિવારથી દુર રહી દિવસ રાત કોરોના સંક્રમિત લોકોની સેવામાં કરતા હતા. તો સાથે જ લોકોને ઘર બેઠા સાચી માહિતી મળી રહે તે માટે પત્રકારીતા કરતા મહિલા પત્રકારોનું પણ સમ્માન કરી વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત મનપાના મહિલા કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story