Connect Gujarat
Featured

સુરત : બેરોજગારીના મુદે કોંગ્રેસીઓ કાઢી રહયાં હતાં રેલી અને થઇ પોલીસની “એન્ટ્રી

સુરત : બેરોજગારીના મુદે કોંગ્રેસીઓ કાઢી રહયાં હતાં રેલી અને થઇ પોલીસની “એન્ટ્રી
X

સુરતમાં યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બેરોજગારીના પ્રશ્ને રેલી કાઢી કલેકટર કચેરીએ આવેદન આપવા જઈ રહ્યા હતા પરંતુ રેલી નીકળે તે પહેલા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. જેથી પોલીસ સાથે કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે અને તેની અસર હવે સુરત શહેરમાં જોવા મળી રહી છે. રોજગારીનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે રાજ્યભરમાં આ મુદ્દે અનેક કાર્યક્રમ યોજવામાં આવ્યાં છે. ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો યુથ કોંગ્રેસના ઉપક્રમે આજે એમ.ટી.બી કોલેજ થી લઈ કલેકટર કચેરી સુધી રેલી યોજવાનું નકકી કરવામાં આવ્યું હતું.

પક્ષના ઝંડા અને બેનરો સાથે મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ કોલેજ પાસે ભેગા થયા હતા પરંતુ રેલી નીકળે તે પહેલા પોલીસ કાફલો પણ ત્યાં પહોંચી ગયો હતો. પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત શરૂ કરી દેતાં મામલો બિચકયો હતો. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. કાર્યકરોએ ભારે સુત્રોચ્ચાર કરી પોલીસ દમન સામે વિરોધ નોંધાવ્યો હતો.આશરે ૧૫થી વધુ કાર્યકર્તાઓની અટકાયત સુરત ઉમરા પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

Next Story