Connect Gujarat
સુરત 

સુરતમાં આયોજિત ભાજપની કારોબારીમાં કોર્પોરેટ ઇવેન્ટને પણ ઝાંખી પાડે એવું અદ્દભુત આયોજન, 1000 અપેક્ષિતોના ટેબલ પર કાજુ-બદામ સહિતના સુકામેવા મુકાયા

કાપડનગરી સુરતના આંગણે પ્રથમ વાર ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતમાં આયોજિત ભાજપની કારોબારીમાં કોર્પોરેટ ઇવેન્ટને પણ ઝાંખી પાડે એવું અદ્દભુત આયોજન, 1000 અપેક્ષિતોના ટેબલ પર કાજુ-બદામ સહિતના સુકામેવા મુકાયા
X

કાપડનગરી સુરતના આંગણે પ્રથમ વાર ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ લના હોમ ટાઉનમાં ભાજપની કારોબારી હોય અને આયોજનમાં કચાશ હોય એવું તો ના જ બને. કોઈ કોર્પોરેટ ઇવેન્ટ પણ આ આયોજન સામે પાણી ભરે એ પ્રકારની તૈયારી ભાજપની કારોબારી બેઠકમાં જોવા મળી હતી. ગેટથી માંડી, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ અને સેલ્ફી પોઇન્ટ, મહેમાનોને આવકારવા અલગ અલગ ગ્રૂપ આ તમામ આયોજન નિહાળી આંખ છકક થઈ જાય. આ કારોબારી બેઠકમાં 1000 અપેક્ષિત આગેવાનોનર આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ તમામ અપેક્ષિતો માટે અલાયદા ટેબલ ખુરશી અને ટેબલ પર કાજુ, બદામ, દ્રાક્ષ સહિતના સુકામેવા મુકવામાં આવ્યા હતા. તો બીજી તરફ શાહી ભોજનની પણ વ્યવસ્થા કરવમાં આવી હતી. ભોજન અને નાસ્તાની વાત કરવામાં આવે તો નાસ્તામાં સુરતનો પ્રખ્યાત લોચો,ખમણ, પાટુડી ઇડદા અને સેવ ખમણી તો ભોજનમાં સુરતનું વિશ્વ પ્રસિદ્ધ ઊંધિયું, લીલવાનું શાક અને ઘારીની લિજ્જત ભાજપના આગેવાનોએ માણી હતી

ભાજપ આયોજન બદ્ધ રીતે કામગીરી કરે છે અને દરેક પ્રસંગને મોટી ઇવેન્ટમાં તબદીલ કરે છે જે આજના આયોજનથી ફરી એકવાર સાબિત થઈ ગયું છે

Next Story