મંત્રીમંડળમાં કાપડ નગરી સુરતને છુટાહાથે લહાણી, આપને કાબૂમાં રાખવાનું ભાજપનું ગણિત !

New Update

ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ન ભૂતો ન ભવિષ્યતિ કહી શકાય તેવા એકદમ નવા ચહેરા સાથેના પ્રધાનમંડળની રચના કરવામાં આવી છે. ચાલુ સરકારમાં આ પ્રકારની ઘટનાઓ બહુ રેર કેસમાં જોવા મળતી હોય છે. ત્યારે ભાજપના હાઈકમાન્ડે સમગ્ર ગુજરાતને ચોંકવતા નવું પ્રધાનમંડળ રચ્યું છે. જેમાં જાતિ-જ્ઞાતિ-ઊંમર-અનુભવ તથા વિસ્તારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

પરંતુ સુરતનો આ તમામ બાબતોમાં રાજકીય દબદબો વધ્યો હોય તે રીતે સુરત જાણે પ્રધાનોનું શહેર બની ગયું હોય તે રીતે ત્રણ રાજ્ય કક્ષાના મંત્રી અને એક કેબિનેટ મંત્ર બનાવવામાં આવ્યાં છે. જ્યારે એક કેન્દ્રિય મંત્રીનો પણ છે. કાશિરામ રાણાના સમય બાદ સી.આર.પાટીલના સમયમાં સુરતનો દબદબો રાજકીય ક્ષેત્રે ખૂબ વધ્યો છે.

જો કે, સુરતમાંથી પ્રધાનો બનાવવા પાછળ રાજકીય તજજ્ઞો આમ આદમી પાર્ટીની સુરતમાં વધતી તાકાતને કાબૂમાં રાખવા માટેની રાજનીતિ હોવાનું પણ ગણાવી રહ્યાં છે. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાંથી આપનો ઉદય થયો હતો. સુરત મહાનગરપાલિકામાં આપની 27 જેટલી બેઠકો છે. સુરતમાં આપ મજબૂત બની રહ્યું છે.

આપ પાર્ટીને કાબૂમાં રાખવા માટે ભાજપ દ્વારા નવા પ્રધાન મંડળમાં ચાર ચહેરાઓને પ્રભુત્વ આપવામાં આવ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીમાં સુરતમાંથી મોટી સંખ્યામાં પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે પ્રધાનપદ આપીને આપને કાબૂમાં રાખવા ભાજપે પ્રધાનપદ આપ્યાં હોવાનું રાજકીય તજજ્ઞોનો માની રહ્યાં છે.

Latest Stories