Connect Gujarat
સુરત 

CSK ની ટિમએ સુરતમાં પ્રેક્ટિસ શરૂ કરી, MS ધોનીને જોવા લોકો રસ્તા પર એકઠા થયા

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને સંપૂર્ણ શેડ્યૂલ પણ બહાર પાડવામાં આવ્યું છે.

CSK ની ટિમએ સુરતમાં પ્રેક્ટિસ શરૂ કરી, MS ધોનીને જોવા લોકો રસ્તા પર એકઠા થયા
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને સંપૂર્ણ શેડ્યૂલ પણ બહાર પાડવામાં આવ્યું છે. 26 માર્ચે પહેલી મેચ મુંબઈના વાનખેડે ગ્રાઉન્ડ પર રમાવાની છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો આમને-સામને ટકરાશે. ચેન્નાઈ સુપર કિંગ્સે હવે IPL 2022ની તૈયારી શરૂ કરી દીધી છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ ગુજરાતમાં સુરત પહોંચી ગયા છે. CSK ટીમો અહીં પ્રેક્ટિસ કેમ્પ લગાવી રહી છે જ્યાં તમામ ખેલાડીઓ ભેગા થવાના છે.

રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ કેમ્પનો પહેલો દિવસ હતો બસમાં સવાર તમામ ખેલાડીઓ સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીને જોવા માટે સુરતના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી હતી અને લોકો 'થાલા'ની એક ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા હતા. એમએસ ધોની માત્ર આઈપીએલમાં જ નહીં ભારતીય ક્રિકેટનો સૌથી મોટો સ્ટાર છે. તેથી જ આઈપીએલના તમામ પ્રોમોમાં માત્ર એમએસ ધોની જ દેખાય છે. ચેન્નાઈ સુપર કિંગ્સ આગામી એક સપ્તાહ સુધી સુરતમાં પ્રેક્ટિસ કરશે. આ પછી ટીમ મુંબઈ શિફ્ટ થશે જ્યાં ક્વોરેન્ટાઈન પછી પ્રેક્ટિસ શરૂ થશે.

Next Story