સુરત: કીમ નજીક નેશનલ હાઇવે પર SRPના જવાનોને લઈ જઇ રહેલ બસને અકસ્માત,17 જવાન ઇજાગ્રસ્ત

ઊભેલી ટ્રક પાછળ બસ ધડાકાભેર ભટકાતા બસમાં સવાર 17 જવાનોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

New Update

સુરતના કીમ નજીકથી પસાર થઈ રહેલ SRPના જવાનોની બસને અકસ્માત નડ્યો હતો. ઊભેલી ટ્રક પાછળ બસ ધડાકાભેર ભટકાતા બસમાં સવાર 17 જવાનોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સુરત જીલ્લાના કીમ ચાર રસ્તા નજીક આવેલા સીયાલજ પાટિયા પાસે આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી.વડોદરા એસ.આર.પી.કેમ્પથી ૨૭ જેટલા જવાનોને લઇ સુરતના ઉધના જઈ રહેલ બસના ચાલકે સિયાલજ પાટિયા પાસે રોડ પર ઉભેલી ટ્રક સાથે પાછળથી બસ અથડાવી દેતા અસ્ક્મત સર્જાયો હતો

જેમાં બસમાં સવાર ૨૭ પેકીના ૪ જવાનોને ગંભીર ઈજાઓ થઇ હતી જયારે ૧૩ જવાનોને સામાન્ય ઈજાઓ થઇ હતી.તમામ ઈજાગ્રસ્તોને કીમચાર રસ્તા ખાતે આવેલી ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બનવાની જાણ થતાં જ કોસંબા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી