સુરત : ઉધનામાં ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મનપાની કચરો કલેક્ટ કરતી ગાડીએ અડફેટમાં લેતા મોત

સુરતના ઉધના વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને મહાનગરપાલિકાની કચરો કલેક્ટ કરતી ગાડીએ અડફેટમાં લીધો હતો,જેમાં ગંભીર ઇજાઓને કારણે વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું.

New Update
  • ઉધના વિસ્તારમાં સર્જાયો અકસ્માત

  • SMCની કચરા ગાડીએ સર્જ્યો અકસ્માત

  • 13 વર્ષીય કિશોરને અડફેટમાં લીધો

  • ગંભીર ઈજાના કારણે કિશોરનું મોત

  • પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો

  • પોલીસે શરૂ કરી તપાસ

સુરતના ઉધના વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને મહાનગરપાલિકાની કચરો કલેક્ટ કરતી ગાડીએ અડફેટમાં લીધો હતો,જેમાં ગંભીર ઇજાઓને કારણે વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું.

સુરતના ઉધના વિસ્તારમાં મહાનગરપાલિકાની કચરો કલેક્ટ કરતી ગાડીએ ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષીય કાર્તિક અનિલ મોહિતેને અડફેટમાં લીધો હતો.જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું.આ અકસ્માતમાં પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો હતો,અને પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.ઘટનાની જાણ થતા ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો,અને મૃતક કાર્તિક મોહિતેના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.વધુમાં પોલીસેSMCની કચરા ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.

Read the Next Article

સુરતના જ્વેલર્સએ વિશ્વની સૌથી નાની 22 કેરેટ શુદ્ધ સોનાની શ્રીજી અને લક્ષ્મીજીની મુર્તિ બનાવી...

દર્શક મિત્રો તમને જાણીને નવાઇ લાગશે કે, વિધ્નહર્તા ગણેશજીની સૌથી મોટી મુર્તિ ભારતમાં નહીં પરંતુ થાઇલેન્ડમાં છે. થાઈલેન્ડના ખ્લોંગ ખ્વેન શહેરમાં ગણેશ ઈન્ટરનેશનલ પાર્કમાં આ મુર્તિ સ્થાપિત કરવામાં આવી છે

New Update
  • ગણેશ ઉત્સવના પ્રારંભ પૂર્વે શ્રીજીભક્તોમાં અનેરો ઉત્સાહ

  • શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રીજીને આવકારવા તૈયારીઓ

  • શહેરના જ્વેલર્સએ વિશ્વની સૌથી નાની મુર્તિઓ બનાવી

  • 22 કેરેટ શુદ્ધ સોનાની શ્રીજી અને લક્ષ્મીજીની મુર્તિ બનાવી

  • મુર્તિઓને પંચામૃતમાં વિસર્જિત કરી ફરી મંદિરમાં મુકાશે

ગણેશ ઉત્સવની શરૂઆત પહેલા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રીજીને આવકારવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છેત્યારે સુરતના એક જ્વેલર્સએ વિશ્વની સૌથી નાની 22 કેરેટ શુદ્ધ સોનાની ગણેશજી અને લક્ષ્મીજીની અનોખી મુર્તિ બનાવી છે.

દર્શક મિત્રો તમને જાણીને નવાઇ લાગશે કેવિધ્નહર્તા ગણેશજીની સૌથી મોટી મુર્તિ ભારતમાં નહીં પરંતુ થાઇલેન્ડમાં છે. થાઈલેન્ડના ખ્લોંગ ખ્વેન શહેરમાં ગણેશ ઈન્ટરનેશનલ પાર્કમાં આ મુર્તિ સ્થાપિત કરવામાં આવી છે. હવે તમને આ વાત જાણીને પણ નવાઈ લાગશે કેવિશ્વની સૌથી નાની ગણેશજી મૂર્તિ પણ બનાવવામાં આવી છે. સુરત શહેરના એક જ્વેલર્સએ વિશ્વની સૌથી નાની 22 કેરેટ શુદ્ધ સોનાની ગણેશજી અને લક્ષ્મીજીની અનોખી મુર્તિ બનાવી છે. માત્ર એક ઇંચની ગણેશજીની આ પ્રતિમાની વર્લ્ડ રેકોર્ડમાં પણ નોધણી કરવામાં આવશે. આ મુર્તિનું વજન માત્ર 10 ગ્રામ છેઅને લક્ષ્મીજીની પ્રતિમાનું વજન પણ 10 ગ્રામ છે.

આ બન્ને મુર્તિઓ ડિજિટલ ડિઝાઇનથી બનાવવામાં આવી છે. જેમાં 3પ્રિન્ટ ટેકનોલોજીથી એન્ટિક ફિનિશિંગ કરવામાં આવ્યું છે. એટલું જ નહીંબ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ (BIS) દ્વારા પણ આ બન્ને મુર્તિઓને પ્રમાણિત કરવામાં આવી છે. આ અંગે જ્વેલર્સએ જણાવ્યુ હતું કેદેવી-દેવતાની આ બન્ને મુર્તિ ઓર્ડરથી બનાવવામાં આવી છે. આ વર્ષે લોકો પોતાના ઘરે પણ ગોલ્ડ ગણપતિની સ્થાપના કરશે. જેમાં વિસર્જનના દિવસે મુર્તિઓને પંચામૃતમાં વિસર્જિત કરી ફરી મંદિરમાં પુજા-અર્ચના માટે મુકવામાં આવશે.