સુરત: સચિન જીઆઈડીસીમાં ગેસ ગળતરથી છ લોકોના મોતના આરોપીઓ ભરૂચથી ઝડપાયા

સુરતની સચિન જીઆઈડીસીમાં ગેસ ગળતરથી 6 લોકોના મોતનો મામલો, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

સુરત: સચિન જીઆઈડીસીમાં ગેસ ગળતરથી છ લોકોના મોતના આરોપીઓ ભરૂચથી ઝડપાયા
New Update

સુરત શહેરમાં સચિન જીઆઈડીસીમાં ટેન્કર લીકની દર્દનાક ઘટના બની હતી. જેમાં છ મજૂરોના મોત નીપજ્યા હતા. જોકે આ દુર્ઘટનામાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી. સુરત પોલીસે ભરુચ ખાતેથી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ અંગે સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે પ્રેસકોન્ફર્સ કરીને કેસ અંગે વધુ માહિતી આપી હતી.ગુરુવારે સવારેના સુમારે સચિન જીઆઈડીસીમાં ઝેરી ગેસ ભરેલા ટેન્કરમાંથી ગેસ લીકેજ થતાં છ લોકોના મોત થયા હતા. આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીઓને ભરૂચ ખાતેથી પકડી પાડ્યા હતા. આ અંગે સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમરે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી.

અજય તોમરે જણાવ્યું હતું. સચિન જીઆઈડીસી ગેસ લિકેજ દુર્ઘટનાની તપાસ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવી હતી. જેના પગલે ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીએને ભરૂચમાંથી પકડ્યા છે.પકડાયેલા આરોપીઓના નામની વાત કરીએ તો આશિષ ગુપ્તા જે વડોદરાનો, પ્રેમ પ્રકાશ ગુપ્તા જે સચિનનો રહેવાશી છે અન્ય એક આરોપી ભરૂચ અને બીજો અંકલેશ્વરનો રહેવાસી છે. આ કેસનો મુખ્ય આરોપી સંદીપ ગુપ્તા ફરાર છે. જેની શોધખોળ ચાલું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કેમિકલ મુંબઈ હેકલ કંપનીમાંથી લાવવામાં આવ્યું હતું. સંગમ અનવારો વડોદરાની કંપની દ્વારા આ કેમિકલ લાવીને નિકાલ કરવાનું કામ કરે છે. આ કેસમાં વધુ તપાસ માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ એક ટીમ મુંબઈ ખાતે મોકલી છે.આ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. આ ટેન્કર ગુરવિંદર સિંહ નામના વ્યક્તિનું છે. આ ટેન્કર ખાલી કરવાનો કોન્ટ્રાક્ટ સંદિપ ગુપ્તાએ લીધો હોવાનું સામે આવી રહ્યુ છે. આ સંદિપ ગુપ્તાનો ઇતિહાસ પણ ગુનાઇત રહેલો છે.સુરત પોલીસે આ કેસમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. આ ઝેરી કેમિકલ ટેન્કર વડોદરાનું હોવાનું સામે આવ્યું છે. જેની તપાસમાં પોલીસની એક ટિમ વડોદરા જવા રવાના થઇ છે. તો બીજી તરફ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

#Bharuch #Gujarat #Connect Gujarat #arrested #accused #crime #pollution #Surat #Gas leak #Sachin GIDC
Here are a few more articles:
Read the Next Article