Connect Gujarat
સુરત 

સુરત : 108 ગામોની માટી એકત્રિત કરી ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કક્ષાની ‘અમૃત કળશ યાત્રા’ યોજાય...

અમૃત કળશ યાત્રા મહોત્સવના ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ઠેર ઠેર ‘અમૃત કળશ યાત્રા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે

X

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ તેમજ વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની ‘અમૃત કળશ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

અમૃત કળશ યાત્રા મહોત્સવના ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ઠેર ઠેર ‘અમૃત કળશ યાત્રા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતના ઓલપાડ ખાતે રામચોકથી તાલુકા પંચાયત કચેરી સુધી યોજાયેલ અમૃત કળશ યાત્રામાં ગામની બાળાઓ, વિદ્યાર્થીઓ, NNC કેડેટ્સ, પોલીસ બેન્ડ સાથે અમૃત કળશ યાત્રા અને તિરંગા યાત્રા તાલુકાના ગામોના સરપંચો જોડાયા હતા. આ અવસરે હાજર સૌ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. માતૃભૂમિને સમર્પિત 'મારી માટી મારો દેશ' અભિયાન અંતર્ગત ઓલપાડ તાલુકાના 108 ગામોની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ સુધી પહોંચાડવામાં આવશે. જે આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃત વાટિકામાં ભળી જશે. આ સ્મારક આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું સ્મૃતિસ્થળ અને સાથે જ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર સપૂતો માટે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું કેન્દ્ર બિંદુ બનશે.

Next Story