Connect Gujarat
સુરત 

સુરત : બેન્ક ઓફ બરોડાના 115મા સ્થાપના દિવસની વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે અનોખી રીતે ઉજવણી કરાય…

બેન્ક ઓફ બરોડાના કર્મચારીઓએ એકબીજાને તેમજ ગ્રાહકોને મીઠાઈ ખવડાવી આજના દિવસને યાદગાર બનાવ્યો

સુરત : બેન્ક ઓફ બરોડાના 115મા સ્થાપના દિવસની વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે અનોખી રીતે ઉજવણી કરાય…
X

બેન્ક ઓફ બરોડાના આજે 115મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ બેન્ક ઓફ બરોડાના કર્મચારીઓની દ્વારા ડિંડોલી ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે ઉજવણી કરવામાં આવી હતી.

આજરોજ બેન્ક ઓફ બરોડાનો 115મો સ્થાપના દિવસ છે, ત્યારે દેશભરમાં બેન્ક ઓફ બરોડાની મુખ્ય કચેરી અને બ્રાંચોમાં 115મા સ્થાપના દિવસની વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં સુરત શહેરના ઉધના મેઇન રોડ ખાતે આવેલ ઉધના દેના બેન્ક ઓફ બરોડા ખાતે બેન્ક ઓફ બરોડાના સંસ્થાપક સયાજી ગાયકવાડને પુષ્પહાર પહેરાવી માનવંદન આપવામાં આવ્યું હતું.

બેન્ક ઓફ બરોડાના કર્મચારીઓએ એકબીજાને તેમજ ગ્રાહકોને મીઠાઈ ખવડાવી આજના દિવસને યાદગાર બનાવ્યો હતો. આ સાથે જ ડિંડોલી ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોના હાથે કેક કટિંગ કરાવી વૃદ્ધોને ભેટ સ્વરૂપે બેઠક આસન અર્પણ કરવામાં આવ્યું હતું.

Next Story