સુરત : નશામાં ધૂત SMCના અધિકારીએ સર્જ્યો વિચિત્ર અકસ્માત

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં નશામાં ધૂત મહાનગરપાલિકાના અધિકારીએ અકસ્માત સર્જી કાર ડિવાઇડર કૂદી સામેના માર્ગ પર ઉતારી દીધી હતી.

author-image
By Connect Gujarat Desk
New Update
Advertisment
  • અડાજણ વિસ્તારમાં અકસ્માતની વિચિત્ર ઘટના સામે આવી

  • નશામાં ધૂત SMCના અધિકારીએ સર્જ્યો વિચિત્ર અકસ્માત

  • રોડ સાઇડમાં ઉભેલી કારમાં પોતાની ખાનગી કાર અથડાવી

  • અકસ્માત સર્જી કાર ડિવાઇડર કૂદી સામેના માર્ગ પર ઉતારી

  • અકસ્માત મામલે અડાજણ પોલીસ વધુ તપાસ હાથ ધરી

Advertisment

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં નશામાં ધૂત મહાનગરપાલિકાના અધિકારીએ અકસ્માત સર્જી કાર ડિવાઇડર કૂદી સામેના માર્ગ પર ઉતારી દીધી હતી.

મળતી માહિતી અનુસારસુરત શહેરના અડાજણ વિસ્તારમાં ભૂમિ કોમલેક્સ નજીક મોડી રાત્રે મહાનગરપાલિકાના અધિકારીએ વિચિત્ર અકસ્માત સર્જ્યો હતો. પાલિકાના અઠવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નિલાંગ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો વિચિત્ર હતો કેતેઓએ માર્ગ પર સાઈડમાં ઉભેલી કારને પોતાની કારથી પાછળથી ટક્કર મારી કાર ડીવાઈડર તોડી સામેના માર્ગ પર ઉતારી દીધી હતી. બનાવના પગલે ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ SMCના અધિકારીને પકડી પાડ્યો હતોત્યારે SMCનો અધિકારી દારૂના નશામાં ધૂત હોવાનું જાણવા મળ્યું હતું.

જોકેઅધિકારીના પરિવારજનોએ ઘટના સ્થળે દોડી આવી કારમાં રહેલ SMC લખેલું બોર્ડ દૂર કરી નાખ્યું હતું. એટલું જ નહીંલોકોના ટોળા વચ્ચેથી અધિકારીને ભગાવીને પણ લઈ ગયા હતા. સદનસીબે આ ઘટના કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી. બનાવની જાણ થતા અડાજણ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકેપોલીસ આવે તે પહેલાં પરિવારજનો અકસ્માત સર્જનાર SMCના અધિકારીને ભગાવી લઈ જતાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories