Connect Gujarat
સુરત 

સુરત : ધોધમાર વરસાદના પગલે રાંદેર-કતારગામ કોઝ-વે વાહન વ્યવહાર માટે બંધ કરાયો, લોકોને હાલાકી...

સુરત શહેર તથા જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત બીજા દિવસે વરસાદના પગલે જનજીવનને અસર પહોંચી છે.

X

સુરત શહેર તથા જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત બીજા દિવસે વરસાદના પગલે જનજીવનને અસર પહોંચી છે. તો બીજી તરફ, રાંદેર અને કતારગામ વચ્ચે આવેલ કોઝ-વે પરથી વાહન વ્યવહાર બંધ કરવાની તંત્રને ફરજ પડી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાતા કુલ 16 રોડ બંધ કરવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના રોડ ખાડી પરના છે. સુરતમાં છેલ્લા 25 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ કામરેજમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે પલસાણામાં 5, માંડવીમાં 4, બારડોલી-મહુવામાં 3 અને સુરત-માંગરોળમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ પડ્યો હતો. જોકે, હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ, ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદના પગલે રાંદેર અને કતારગામ વચ્ચે આવેલ કોઝ-વે બંધ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા કોઝ-વેને વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. આઅ કોઝ-વેની ભયજનક સપાટી 6 મીટર છે, ત્યારે ભારે વરસાદના પગલે કોઝ-વેની જળ સપાટી 6.11 મીટરે પહોંચી ગઈ છે. જોકે, રાંદેર અને કતારગામ વચ્ચે વાહન વ્યવહાર બંધ કરાતા લાખો લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

Next Story