ઓલપાડમાં બીજા માળેથી પટકાતા યુવકનું મોત
કુડસદની ચિરાગ રેસિડેન્સીમાં બની ઘટના
પગ લપસી જતા યુવક બાલ્કનીમાંથી પટકાયો
યુવકને પત્નીએ બચાવવાનો કર્યો હતો પ્રયાસ
યુવકના અકાળે મોતથી પરિવારમાં શોક વ્યાપ્યો
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદમાં 35 વર્ષીય પરિણીત યુવકનું બીજા માળની ગેલરીમાંથી પગ લપસી જતાં કરુણ મોત નીપજ્યું હતું.જેના કારણે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામની ચિરાગ રેસિડેન્સીમાં રહેતા 35 વર્ષીય તોફાન અભી નાહક નામના યુવકનું બીજા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના નવા વર્ષના પ્રથમ દિવસે રાત્રિના આશરે 9 વાગ્યાના સુમારે બની હતી. તોફાન અભી નાહક પોતાના રહેણાકના બીજા માળની ગેલરીમાં હતા. આ દરમિયાન અચાનક પગ લપસી જતાં તેમણે શરીરનું સંતુલન ગુમાવી દીધું હતું અને તેઓ ગેલરીની સેફ્ટી ગ્રિલ સાથે લટકાઈ ગયા હતા.
પતિની બૂમાબૂમ સાંભળીને ઘરમાંથી તેમની પત્ની પિંકી દોડી આવી હતી. પત્નીએ તાત્કાલિક પતિનો હાથ પકડીને તેમને ઉપર ખેંચી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે હાથ છટકી જતાં તેમના પતિ સીધા જ બીજા માળેથી જમીન પર પટકાયા હતા અને કરૂણ મોતને ભેટ્યા હતા.બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો,અને પોલીસ દ્વારા અકસ્માત મોત અંગે ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરવામાં હતી.