સુરત:ઘેર ઘેર તિરંગો પછી લગાવજો-ખાડા પૂરી રસ્તા જલ્દી બનાવજો ! સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન

હજીરાકાંઠા વિસ્તારના ખરાબ રસ્તાઓ અને તેના કારણે સામાન્ય લોકોને પડતી સમસ્યાઓ અંગે વારંવાર ચેતવણી આપવા છતાં સરકાર અને NHAIના અધિકારીઓ દ્વારા કોઈ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી

New Update

સુરતના વિવિધ માર્ગો બન્યા બિસ્માર

બિસ્માર માર્ગોના કારણે રહીશો પરેશાન

હજીરા વિસ્તારના રહીશોનું પ્રદર્શન

બેનર સાથે વિરોધ નોંધાવ્યો

માર્ગના તાત્કાલિક સમારકામની માંગ

સુરતના હજીરા વિસ્તારમાં બિસ્માર માર્ગોથી ત્રસ્ત સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. ઘેર ઘેર તિરંગો પછી લગાવજો પણ ઠેર ઠેર પડેલા ખાડા પૂરી રસ્તા જલ્દી બનાવજો..' સહિતના બેનર અને પ્લેકાર્ડ લઈને સુરતના હજીરા વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવ્યો છે.
Advertisment
હજીરાકાંઠા વિસ્તારના ખરાબ રસ્તાઓ અને તેના કારણે સામાન્ય લોકોને પડતી સમસ્યાઓ અંગે વારંવાર ચેતવણી આપવા છતાં સરકાર અને NHAIના અધિકારીઓ દ્વારા કોઈ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. જેના કારણે સમગ્ર હજીરાકાંઠા વિસ્તારના લોકો આ સમસ્યાથી પરેશાન છે અને આથી આ વિસ્તારના 100થી વધુ સ્થાનિક લોકો સોમવારે ઈચ્છાપુર ચાર રસ્તા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવા એકત્ર થયા હતા.ઉલ્લેખનીય છે કે, હજીરા વિસ્તારમાં વિશાળકાય ઉદ્યોગો આવેલા છે.
અહીંથી રોજ હજારોની સંખ્યામાં ટ્રક અને હેવી વ્હિકલ પસાર થાય છે. રોડની સ્થિતિ કફોડી છે. મસમોટા ખાડાઓ જોવા મળે છે. જેના કારણે અનેકવાર વાહન અકસ્માતની ઘટના પણ બનતી હોય છે. આ જ કારણ છે કે, સ્થાનિક લોકો આમ રોષે છે ભરાયા છે.
Read the Next Article

સુરત : સચિન જીઆઇડીસીમાં સગીર પુત્રએ ચપ્પુના ઘા મારીને પિતાની નિર્મમ હત્યા કરી નાખતા અરેરાટી વ્યાપી

સુરતના સચિનના પાલી ગામમાં પિતા-પુત્ર વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો હતો,અને સગીર પુત્રએ પિતાના આડાસંબંધની શંકાએ ચપ્પુના ઘા મારીને ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

New Update
  • સચિનGIDCમાં હત્યાનો બનાવ

  • પાલી ગામમાં સગીર પુત્રએ પિતાની કરી હત્યા

  • પુત્રએ ચપ્પુ વડે પિતાને મોતને ઘાટ ઉતારી દીધા

  • પિતાના અન્ય મહિલા સાથે આડાસંબંધની હતી શંકા

  • પોલીસે હત્યારા સગીરની કરી અટકાયત

Advertisment

સુરતના સચિનના પાલી ગામમાં પિતા-પુત્ર વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો હતો,અને સગીર પુત્રએ પિતાના આડાસંબંધની શંકાએ ચપ્પુના ઘા મારીને ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

સુરતના સચિન જીઆઇડીસીના પાલી ગામમાં રહેતા ચેતક રાઠોડ અને તેમના આશરે 17 વર્ષીય પુત્ર વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો,અને આ બાબત ઉગ્ર ઝઘડામાં પરિણમી હતી.અને પિતા-પુત્ર વચ્ચે સર્જાયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.જેના કારણે ઉશ્કેરાયેલા સગીર પુત્રએ જન્મદાતા પિતા પર જ ચપ્પુથી હુમલો કરી દીધો હતો,અને પિતા ગંભીર રીતે ઘાયલ થઇને લોહીના ખાબોચિયામાં પડી ગયા હતા.સર્જાયેલી ઘટનામાં ચેતન રાઠોડનું કરૂણ મોત નીપજ્યું હતું.પિતાના આડાસંબંધની શંકાએ પુત્રે સગા પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.સચિન પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.અને પોલીસે સગીર પુત્રની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.