New Update
સુરતના વિવિધ માર્ગો બન્યા બિસ્માર
બિસ્માર માર્ગોના કારણે રહીશો પરેશાન
હજીરા વિસ્તારના રહીશોનું પ્રદર્શન
બેનર સાથે વિરોધ નોંધાવ્યો
માર્ગના તાત્કાલિક સમારકામની માંગ
સુરતના હજીરા વિસ્તારમાં બિસ્માર માર્ગોથી ત્રસ્ત સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. ઘેર ઘેર તિરંગો પછી લગાવજો પણ ઠેર ઠેર પડેલા ખાડા પૂરી રસ્તા જલ્દી બનાવજો..' સહિતના બેનર અને પ્લેકાર્ડ લઈને સુરતના હજીરા વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવ્યો છે.
હજીરાકાંઠા વિસ્તારના ખરાબ રસ્તાઓ અને તેના કારણે સામાન્ય લોકોને પડતી સમસ્યાઓ અંગે વારંવાર ચેતવણી આપવા છતાં સરકાર અને NHAIના અધિકારીઓ દ્વારા કોઈ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. જેના કારણે સમગ્ર હજીરાકાંઠા વિસ્તારના લોકો આ સમસ્યાથી પરેશાન છે અને આથી આ વિસ્તારના 100થી વધુ સ્થાનિક લોકો સોમવારે ઈચ્છાપુર ચાર રસ્તા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવા એકત્ર થયા હતા.ઉલ્લેખનીય છે કે, હજીરા વિસ્તારમાં વિશાળકાય ઉદ્યોગો આવેલા છે.
અહીંથી રોજ હજારોની સંખ્યામાં ટ્રક અને હેવી વ્હિકલ પસાર થાય છે. રોડની સ્થિતિ કફોડી છે. મસમોટા ખાડાઓ જોવા મળે છે. જેના કારણે અનેકવાર વાહન અકસ્માતની ઘટના પણ બનતી હોય છે. આ જ કારણ છે કે, સ્થાનિક લોકો આમ રોષે છે ભરાયા છે.