Connect Gujarat
સુરત 

સુરત: શાહી ઠાઠમાઠ સાથે હેલિકોપ્ટરમાં નીકળી જાન, લોકોમાં સર્જાયું ભારે કુતુહલ.

વરરાજા પોતે લગ્નમાં હેલિકોપ્ટર દ્વારા ચોર્યાસી તાલુકાના ખજોદ ખાતે પહોંચ્યા હતા.

X

સુરત શહેરના માલધારી સમાજના અગ્રણીના પુત્રના લગ્ન અનોખી રીતે લગ્ન યોજાયા હતા, ત્યારે લગ્ન પ્રસંગે શાહી ઠાઠ સાથે હેલિકોપ્ટર મારફતે વરરાજાની જાન ચોર્યાસી તાલુકાના ખજોદ ખાતે પહોંચી હતી.દરેક નવદંપતીને પોતાના પુત્ર અથવા પુત્રીના લગ્ન સમારોહમાં કંઈક અલગ કરવાની ઈચ્છા હોય છે. જીવનનો આ યાદગાર પ્રસંગ વધુ યાદગાર બની રહે તેવા તમામ પ્રયાસો દરેક વ્યક્તિ પોતાની રીતે કરે છે, ત્યારે સુરત શહેરના માલધારી સમાજના અગ્રણીના પુત્ર રાહુલ જોગરાણાના અનોખા લગ્નની ચર્ચા માલધારી સમાજમાં અને શહેરમાં થઈ રહી છે. જેમાં વરરાજા પોતે લગ્નમાં હેલિકોપ્ટર દ્વારા ચોર્યાસી તાલુકાના ખજોદ ખાતે પહોંચ્યા હતા. એટલું જ નહીં, જાનૈયાઓનો ઉત્સાહ બેવડો કરવા માટે વરઘોડામાં નાચતી વેળા તેમના ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી હતી. જોકે, હેલિકોપ્ટરમાં જાન લઈ આવતા જાનૈયાઓની સાથે માંડવીયા પણ ચકિત રહી ગયા હતા, ત્યારે વરરાજાની અદભુત એન્ટ્રી જોઈ લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું.

Next Story
Share it