/connect-gujarat/media/post_banners/b8f0f84e7b93e0e2164e2d9b849e50db5144432bcc3ac397a1c337439ba54d09.jpg)
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના પિનપુર ગામ ખાતે જમવાનું બનાવવા બાબતે તેમજ આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી હતી. આ ચકચારી બનાવમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના પીનપુર ગામ ખાતે મહેશ વસાવા તેની પત્ની મનીષા સાથે રહેતો હતો. દરમ્યાન ગત 13 ફ્રેબ્રુઆરી 2023ના રોજ જમવાનું બનાવવા બાબતે અને પત્નીના આડા સબંધ હોવાની શંકા રાખી દંપતી વચ્ચે ઝઘડો થયો હતો.આ ઝઘડામાં રોષે ભરાઈને પતિ એ તેની જ પત્નીને ઘરમાં રહેલી દોરી વડે ગળે ટૂંપો આપી હત્યા કરી નાંખી હતી.પતિની હત્યા કર્યા બાદ આરોપી પતિ ત્યાંથી ફરાર થઇ ગયો હતો બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ સમગ્ર મામલે ઉમરપાડા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.હત્યા કર્યા બાદ આરોપી પતિ ભાગી જવાની ફિરાકમાં હતો દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે તે પીનપુર ગામની સીમમાં છુપાયો છે જેથી પોલીસે અલગ અલગ ટિમ બનાવી આરોપી પતિ મહેશ વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી