Connect Gujarat
સુરત 

સુરત:સ્પામાં સારી સુવિધા આપવાની વાત કરી આઈ.ટી. સોફ્ટવેર વેપારીને ફસાવ્યો,રૂ.10.13 લાખ પડાવ્યા

સુરત શહેરના પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતા અને આઈ.ટી. સોફ્ટવેર યુવકને ઠગબાજ ટોળકીએ હનીટ્રેપનો શિકા૨ બનાવ્યો હતો.

X

કાપડનગરી સુરતમાં સ્પામાં સારી સુવિધા આપવાની વાત કરી આઈ.ટી. સોફ્ટવેર વેપારીને ફસાવી રૂપિયા 10 લાખથી વધુની રકમ પડાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતા અને આઈ.ટી. સોફ્ટવેર યુવકને ઠગબાજ ટોળકીએ હનીટ્રેપનો શિકા૨ બનાવ્યો હતો. યુવકને વ્હોટ્સઅપ કોલ કરી નવુ સ્પા ચાલુ કર્યું છે અને સારી એવી ફેસીલીટી મળશે એમ કહી અલથાણ વીઆઈપી રોડ પર આવેલ આર્શીવાદ એવન્યુવાળી ગલીમાં એપાર્ટમેન્ટમાં બોલાવ્યો હતો. અહીં શરૂઆતમાં ટોળકીએ યુવકને એક રૂમમાં મહિલા સાથે બેસાડ્યો હતો.અને થોડીવારમાં ટોળકીના અન્ય સાગરીતો પોલીસ બની અંદર ત્રાટકી દરોડા પડ્યા હતા. ત્યારબાદ યુવકને માર મારી પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી અને મીડિયાના માધ્યમથી બદનામ કરવાની ધમકી આપી રૂપિયા 10.13 લાખ પડાવી લીધા હતા. જે અંગેની અલથાણ પોલીસમાં ફરિયાદ નોંધાતા.પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અલથાણ પોલીસે વેપારીની ફરિયાદને આધારે સાત મહિલા સહિત સાત જેટલા ઈસમો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાં નકલી પોલીસ બનીને આવનાર અને વ્હોટ્સએપ પર કોલ કરનાર વિરેન્દ્રની પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story