Connect Gujarat
સુરત 

સુરત : પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ લીધો વધુ 1 યુવકનો ભોગ, આરોગ્ય તંત્રની કામગીરી સામે સવાલ..!

સુરત શહેર તથા જિલ્લામાં અજગરી ભરડો કસી રહેલા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ વધુ એક યુવકનો ભોગ લીધો છે

X

સુરત શહેર તથા જિલ્લામાં અજગરી ભરડો કસી રહેલા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ વધુ એક યુવકનો ભોગ લીધો છે, ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.

હાલ, વરસાદના વિરામ બાદ સુરત શહેર તથા જીલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે, ત્યારે સુરતમાં વધુ એક વ્યક્તિનું રોગચાળાના કહેર વચ્ચે મોત નીપજ્યું છે. પાંડેસરા વિસ્તારમાં રહેતો 27 વર્ષીય સાગર નામનો યુવક 2 દિવસ તાવની બીમારીથી પીડાતો હતો. જોકે, યુવકની વધુ તબિયત લથડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે સાગર મૃત જાહેર કર્યો હતો. યુવકનું અચાનક 2 દિવસ તાવ આવ્યા બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તો બીજી તરફ, શહેરમાં અત્યાર સુધીમાં પાણીજન્ય રોગચાળાથી 34 લોકોના મોત નિપજ્યા છે, ત્યારે વધી રહેલા રોગચાળાને લઈ સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.

Next Story