સુરતના યુવકે UPSCની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ચોથો ક્રમ મેળવ્યો, વધાર્યું પરિવારનું ગૌરવ...

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે UPSC દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સુરતના એક યુવકે ભારતમાં ચોથો ક્રમ મેળવી નામ રોશન કર્યું છે.

New Update

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે UPSC દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સુરતના એક યુવકે ભારતમાં ચોથો ક્રમ મેળવી નામ રોશન કર્યું છે. ગુજરાતમાંથી માત્ર એક જ વિદ્યાર્થી પાસ થયો છેત્યારે આવો જોઈએ કોણ છે આ યુવાન અને કેવી રીતે પાસ કરી આ પરીક્ષા...

અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં બીજા સંતાન એવા ફેમિન ગજેરાનો 1999માં જન્મ થયો હતો. પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા. તેઓ હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે. ફેમિને સુરતમાં રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 2016માં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યારબાદ 2019માં બહેન ગ્રીષ્મા ગજેરાને તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી હતી. ફેમિને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે2016માં ધોરણ 12ના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી પંડિત દિનદયાલ પટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કર્યું છે.

2019થી આ અંગેના પ્રિપરેશનની ઈચ્છા હતી. કોરોના મહામારી સમયે 6 મહિના માટે જૂનાગઢ નોકરી કરી હતી. ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસિસ માટે તૈયારીઓ ચાલુ કરી હતી. 2019માં સિવિલ સર્વિસિસની તૈયારીઓ ચાલુ કરી હતી. મનોબળ ભેગું કરી તમામ ધ્યાન પરીક્ષાની તૈયારીમાં આપ્યું હતું. પિતા જયસુખ ગજેરા પણ ખૂબ જ પ્રેરણા આપે છે કેફેનિલને જીવનમાં આગળ વધવાનું ઈસ્પિરેશન મળી જતું હતું. આ બધાની વચ્ચે 2021માં સિવિલ સર્વિસિસ માટે તૈયારીઓ ચાલુ કરી હતી. સિવિલ સર્વિસિસની ઓનલાઈન તૈયારી દરમિયાન UPSC સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની પરીક્ષા લે છેતે અંગે જાણ થતાં ફેનિલે તૈયારીઓ શરૂ કરી હતી. પહેલી પરીક્ષામાં ફેનિલ ઈન્ટરવ્યૂ સુધી પહોંચી ગયો હતો. જોકેઆ પરીક્ષાની ફેનિલને સંપૂર્ણ માહિતી ન હતી. જેના લીધે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકેફેનિલે બીજા પ્રયાસમાં પુરી તૈયારી કરી હતીઅને બીજા પ્રયાસમાં જ ફેનિલ ભારતમાં ચોથા ક્રમે આવ્યો છે. આ સફળતા માતા-પિતા અને મારા શુભ ચિંતકોનો ફાળો રહ્યો છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થી જીવનમાં એક ડિસિપ્લીન હોવું જોઈએ. પરીક્ષા ન હોય ત્યારે ટાઈમ ટેબલ બનાવી 6થી 7 કલાક વાંચન કરવું જોઈએ. જોકેજ્યારે પરીક્ષા નજીક આવી જાય ત્યારે રિવિઝન કરવાનું હોયત્યારે આ કલાકો વધીને 12થી 13 કલાક સુધી પહોંચી જતા હોય છે. વધુમાં ફેનિલે જણાવ્યુ હતું કેઆ CAPFની પરીક્ષા 24 વર્ષની ઉંમર પછી આપી શકાતી નથી. તેથી ગુજરાતમાં તેનો ક્રેઝ નથી. પરંતુ ઉતર ભારત અને દક્ષિણ ભારતમાં આ કેડરમાં જવા માટે યુવાનો રાત-દિવસ મહેનત કરતા હોય છે. પોતાની બહેનના કરુણ મોત બાદ તેના પિતા જે રીતે સિસ્ટમ સામે લડી રહ્યા છેતેથી ફેનિલનો રસ આ સિસ્ટમમાં ભાગ લઇને દેશ અને લોકોને મદદ કરવાનો છે.

Latest Stories