Connect Gujarat
Featured

સુરેન્દ્રનગર : પેટા ચૂંટણી પહેલા પોલીસે ઝડપી પાડ્યો 25 લાખ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂ

સુરેન્દ્રનગર : પેટા ચૂંટણી પહેલા પોલીસે ઝડપી પાડ્યો 25 લાખ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂ
X

સાયલા તાલુકાના રતનપર ગામની સીમમાંથી પોલીસે દારૂના જથ્થા સાથે છ વાહનોને પણ ઝડપાયા છે ચૂંટણીના માહોલમાં મસમોટો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડતા અનેક અટકળો વહેતી થઈ

લીંબડી વિધાનસભાની ચૂંટણીનો ગરમાવો લીંબડી, સાયલા અને ચુડામાં જોવા મળી રહ્યો છે. ચૂંટણી સમયે મતદારોને રિઝવવા અનેક પ્રયત્નો રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા હોય છે, તેવા માહોલ વચ્ચે લીંબડી ડીવાયએસપીની ટીમ દ્વારા સાયલા તાલુકા માંથી મસમોટો દારૂના જથ્થા સાથે વાહનો ઝડપી લીધા છે, સાયલા તાલુકાના રતનપર ગામની સીમમાં લીંબડી dysp સી. પી. મુંધવાની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે સાયલા પોલીસને સાથે રાખી રેઈડ પાડી હતી. તેમાં પોલીસે ઇંગ્લિશ દારૂ ની ૬૮૪૦ બોટલ કિંમત રૂપિયા ૨૫.૬૫ લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી લીધો છે. પોલીસે આ બનાવમાં એક આઈસર, બે યુટીલીટી, એક ટેમ્પો, બે મોટર સાયકલ મળી કુલ ૬ વાહનો ઝડપી લીધા છે. પોલીસે આ બનાવમાં વાહનો ની કિંમત ૧૫.૩૦ લાખ મળી કુલ રૂ. ૪૦.૯૫ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે. જ્યારે આ બનાવમાં સાયલા તાલુકાના સોનપરી ગામે રહેતા ઈસમના નામનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે આ બનાવમાં કોઈ ઈસમ હાજર ન મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Next Story