સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના મુસ્લિમ પરિવારે કર્યું એવું કામ કે તમે પણ બોલી ઉઠશો– વાહ રે વાહ

New Update
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના મુસ્લિમ પરિવારે કર્યું એવું કામ કે તમે પણ બોલી ઉઠશો– વાહ રે વાહ
Advertisment


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન પરથી ધ્રાંગધ્રાના મુસ્લિમ પરિવારે દીકરીનો જન્મ થતાં હર્ષભેર વધામણા કર્યા હતાં.

Advertisment

ભારતમાં દીકરીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની શરૂઆત કરી છે. સુરેન્દ્નગર જિલ્લાના ધ્રાંગધ્રા માં રહેતા કરીમભાઈ મુલતાની ના દીકરાના ઘેર દીકરીનો જન્મ થયો હતો. દીકરીનું આગમન ઘરમાં થતા દીકરીને તેમજ દીકરીના માં બાપ ને ધામધુમથી ઘરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કરીમભાઈ કહે છે કે દીકરી છે તે જગત જનની છે તેમજ મારા એકના એક દીકરાના ઘેર લક્ષ્મીજીની પધરામણી થઈ તેની મને ખુશી છે. અને આ દીકરીના જન્મને વધાવવા માટે મોટો કાર્યક્રમ પણ કરવાનું આયોજન હતું પણ કોરોનાના કારણે ફક્ત ઘરના લોકો ભેગા થઈને અમે આ દીકરીનું તેમજ તેને જન્મ આપનાર માતાનું સ્વાગત કર્યું છે.

Latest Stories