/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/10170519/768-512-02_18_02_1594370882-bh-pur-03-purneapaidtruetribiutetosushant-pkg-7202251-10072020011253-1007f-00000-166.jpg)
બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને તેમના વતનના જિલ્લા પૂર્ણિયામાં સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. શહેરના ઐતિહાસિક ફોર્ડ કંપની ચોકનું નામ સુશાંતસિંહ રાજપૂત ચોક રાખવામાં આવશે. ઉપરાંત મધુબનીથી માતાના સ્થાનને જોડતો રસ્તો સુશાંતસિંહ રાજપૂત પથ તરીકે ઓળખાશે. જિલ્લાના ગૌરવ સુશાંતની યાદમાં તેનું ઉદ્દઘાટન પૂર્ણિયા નગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયર સવિતા દેવીએ કર્યું હતું.
પૂર્ણિયા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સવિતાસિંહે જણાવ્યું હતું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત બિહારનું ગૌરવ હતો. તેની યાદમાં જિલ્લાના સૌથી અનોખા અને ઐતિહાસિક રસ્તાઓનું નામ બદલીને સુશાંતસિંહ રાજપૂતના નામ પર રાખવામાં આવ્યું છે.
મેયરે જણાવ્યું હતું કે, મ્યુનિસિપાલિટીની મીટિંગમાં પ્રસ્તાવ પસાર કર્યા બાદ આનુ ઉદઘાટન કરવામાં આવ્યું છે. પૂર્ણિયાએ સુશાંતસિંહ રાજપૂતનું પૈતૃક ગામ છે. તેમના અકાળ અવસાન પછી અહીંના લોકોએ સતત તેમના નામે ચૌક બનાવવાની માગ કરી હતી.