ભરૂચ: ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર, ગામના નવનિયુક્ત મુખીઓએ કર્યા વિકાસના દાવા !
ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણીની આજરોજ મતગણતરી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં પરિણામ જાહેર થતા જ વિજેતા ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો હતો.
ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણીની આજરોજ મતગણતરી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં પરિણામ જાહેર થતા જ વિજેતા ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો હતો.
ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીની નિમણૂક કરાતા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો
વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં આપના ગોપાલ ઇટાલીયાનો ભવ્ય વિજય થતા ભરૂચ આપ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચના હાર્દ સમા શક્તિનાથ સર્કલ વિસ્તારમાં ટ્રાફિકજામની રોજિંદી સર્જાતી પરિસ્થિતિના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
અંકલેશ્વર હાંસોટ તાલુકાની 27 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાયા બાદ આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.બન્ને તાલુકા મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.
ભરૂચ જિલ્લાની 47 ગ્રામ પંચાયતની સામાન્ય અને 20ની પેટા ચુંટણીમાં આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરેક તાલુકા મથકે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરની યુનિયન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો.નાના બાળકોએ પ્રથમવાર શાળામાં પ્રવેશ મેળવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રણાની ફરીથી વરણી કરવામાં આવતા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.