ભૂકંપના આંચકાથી દિલ્હી-NCR હચમચી ગયું,લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. વહેલી સવારે, લોકો જાગ્યા પણ ન હતા કે પલંગ અને બારીઓ જોરથી ધ્રુજવા લાગી. સતત બે ધ્રુજારીથી બધા ચોંકી ગયા.
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. વહેલી સવારે, લોકો જાગ્યા પણ ન હતા કે પલંગ અને બારીઓ જોરથી ધ્રુજવા લાગી. સતત બે ધ્રુજારીથી બધા ચોંકી ગયા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી-મધુપુરા ફાટક નજીક ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તો બંધ કરી ચક્કાજામ કર્યો હતો.
ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ શરૂ કરવાની હિલચાલ કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
અંકલેશ્વર શહેર તેના પૌરાણિક માહાત્મ્યથી પણ ઓળખાય છે,જોકે પાલિકા તંત્ર દ્વારા વિવિધ સમાજના જાહેર માર્ગો પર સર્કલ ઉભા કરીને શહેરની ઓળખ ભૂંસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.
ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક ડમ્પિંગ સાઈટ માટે ખોદકામ કરાતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ ઘેરાવો કરતાં ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓએ સ્થળ છોડી ભાગવું પડ્યું હતું
અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક આવેલ ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા સ્થાનિકો સાથે દુકાનદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો હવે વિકાસથી વંચિત રહેતા લોકો પદયાત્રા કરવા મજબૂર બન્યા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં હજુ પણ લોકો વિકાસથી વંચિત છે.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના ખુર્શીદ પાર્ક સહિત આસપાસની સોસાયટીના સ્થાનિકોએ હાઇ વૉલ્ટેજના કારણે વીજ ઉપકરણોમાં થતાં નુકશાન અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સબ ડિવિઝન કચેરી ખાતે રજૂઆત કરી હતી.