ગુજરાત ઘણા જિલ્લાઓ માટે IMDનું રેડ એલર્ટ, CM ભૂપેન્દ્ર પટેલે તાકીદની બેઠક બોલાવી
ગુજરાતમાં ફરી એકવાર વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગે (IMD) આગામી 2-3 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં ફરી એકવાર વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગે (IMD) આગામી 2-3 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે.
નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદ અને ઉપરવાસ માંથી પાણીની આવક વધી છે.અને શાંત રહીને વહેતી નદીઓમાં પાણીનું જળસ્તર વધવાના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે.
વડોદરા શહેર તથા જિલ્લામાં વરસેલા અવિરત વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકારની પરિસ્થિતી સર્જાય હતી. તો બીજી તરફ, અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રએ સૂચના આપી છે.
ઉકાઈ ડેમની સતત સપાટી વધવાના પગલે ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 94 હજાર 511 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી હાલ ઉકાઈ ડેમમાં 3 લાખ 5 હજાર 655 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
ભરૂચ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના તમામ નવ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો
સુરેન્દ્રનગરના ચોટીલામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જ રોડના વરસાદી પાણી ભોળાનાથના સુખનાથ મહાદેવ મંદિરમાં ફરી વળ્યા હતા
ભરૂચના વિવિધ વિસ્તારો સહિત અંકલેશ્વરના વાલીયા ચોકડી, ભડકોદ્રા ,કાપોદ્રા પાટીયા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.